Genius Daily News
છોટાઉદેપુર જિલ્લોજેતપુર પાવી

આયુષ્યમાન આરોગ્ય મંદિર નાનીરાસલીના કોમ્યુનિટી હેલ્થ ઓફિસ ગેરહાજર રહેતા સેવા સમાપ્ત

અધિકારી અને કર્મચારીઓની કોઈપણ લાપરવાહી કે બેદરકારી ચલાવી લેવામાં આવશે નહીં.-જિલ્લા કલેકટર

છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર તાલુકાના નાની રાસલી ખાતે આવેલ આયુષ્યમાન આરોગ્ય મંદિરની આકસ્મિક મુલાકાત જિલ્લા કલેકટર ગાર્ગી જૈનને લીધી હતી.

આ આકસ્મિક મુલાકાત દરમિયાન આયુષ્યમાન આરોગ્ય મંદિરના કોમ્યુનિટી હેલ્થ ઓફિસર દ્રષ્ટિ પ્રજાપતિ ગેરહાજર જણાય હતા. આ ગંભીર બેદરકારીની નોધ લેતા કલેકટરએ જણાવ્યું હતું કે છોટાઉદેપુરમાં અધિકારી અને કર્મચારીઓની કોઈપણ લાપરવાહી કે બેદરકારી ચલાવી લેવામાં આવશે નહીં. તેમની સામે તાત્કાલિક કડક પગલાં લેવામાં આવશે. તેઓની ગંભીર બેદરકારીની સામે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીએ તાત્કાલિક કાર્યવાહી કરી 11 મહિનાની કરાર આધારિત સેવાઓ સમાપ્ત કરી હતી.

મોહસીન સુરતી છોટાઉદેપુર

Related posts

છોટાઉદેપર જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા સિહોદ પુલ ધરાશય થતા અનોખો વિરોધ

admin

બોડેલીના ખત્રી વિદ્યાલય ખાતે રાષ્ટ્રીયગીત વંદે માતરમ ની 150 વર્ષની ઉજવણી કરવામાં આવી

admin

છોટાઉદેપુર એસટી ડેપો ખાતે નવ જેટલા કર્મચારીઓ વય નિવૃત્ત થતા વિદાય સમારોહ યોજાયો હતો.

admin

Leave a Comment