43.1 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 26, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વડોદરા શહેરના ફતેગંજ વિસ્તારમાં રહેતા યુવકે નવમાં માળેથી પડતું મૂકી આપઘા-ત

વડોદરા શહેરના ફતેગંજ વિસ્તારમાં રહેતા યુવકે નવમાં માળેથી પડતું મૂકી આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે. આ બનાવ અંગે માંજલપુર પોલીસે ઘટનાસ્થળે પહોંચી યુવકના મૃતદેહનો કબજો લઇ પોસ્ટમોર્ટમ અર્થે શહેરની સયાજી હોસ્પિટલન પોસ્ટમોર્ટમ રૂમ ખાતે ખસેડ્યો છે.

અગમ્ય કારણોસર યુવકે નવમાં માળેથી પડતું મુક્યું
વડોદરા શહેરના ફતેગંજ વિસ્તારમાં રહેતો અને માંજલપુર વિસ્તારમાં લોન્ડ્રીની દુકાન ધરાવતો યુવકે ડ્રીમ આઈકોનિયાના બિલ્ડીંગના નવમાં માળેથી અગમ્ય કારણોસર પડતું મૂક્યું. આ યુવકનું નામ બ્રિજેશ દશરથભાઈ પરદેશી (ઉંમર વર્ષ 45) કે જેઓ શહેરના ફતેગંજ વિસ્તારમાં આવેલા ધોબી શેરીમાં તેઓના માતા-પિતા સાથે રહેતા હતા.

પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી કાર્યવાહી હાથ ધરી
આ બનાવ અંગે માંજલપુર પોલીસે આ યુવક આ બિલ્ડિંગમાં કયા કારણોસર ગયો અને શા માટે આ પગલું ભર્યું તે દિશામાં વધુ તપાસ હાથ ધરી છે. આ યુવકના પરિવારમાં માતા-પિતા ઉંમરલાયક છે અને તેઓની બહેનના લગ્ન થયેલા છે. મૃતક યુવકની બહેન મુંબઈ ખાતે રહે છે અને તેઓ પરત આવ્યા બાદ આ યુવકના અંતિમ સંસ્કાર કરવામાં આવશે. હાલમાં માંજલપુર પોલીસે આ યુવકે કરેલી આત્મહત્યા પાછળનું કારણ શું છે તે જાણવા પોસ્ટમોર્ટમ અંગેની કાર્યવાહી હાથ ધરી છે.

Related posts

ઘરનાં રસોડામાં ગેસ સિલિન્ડર નીચે બનાવેલ ભોયરામાં છુપાવેલો દારૂનો જથ્થો ઝડપાયો

admin

ગણપતિ ડેકોરેશન કરવા માટે બજારોમાં અવનવી આર્ટિફિશિયલ ફૂલોનું ધૂમ વેચાણ

admin

સાવલી તાલુકાના જુના સમલાયા ગામે નવીન મકાન નું લોકાર્પણ કરવામાં આવ્યું

admin

Leave a Comment