41.1 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 26, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

પાવાગઢથી દર્શન કરીને પરત ફરી રહેલા સુરતીઓને અકસ્માત નડ્યો

વડોદરાના પોર નજીક ગમખ્વાર અકસ્માતની ઘટના સર્જાઈ છે. જેમાં પાવાગઢથી દર્શન કરીને પરત ફરી રહેલા સુરતીઓને અકસ્માત નડ્યો હતો. જેમાં અચાનક અર્ટિગા કાર હાઈવે પરથી નીચે ઉતરી જતાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતની ઘટનામાં ત્રણ લોકોના ઘટનાસ્થળે મોત નીપજ્યા હોવાનું સામે આવ્યું છે. જ્યારે પાંચ લોકોને ઈજા પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
સુરતના ડિંડોલીમાં રહેતા અને મૂળ મહેસાણાનો પરિવાર પાવાગઢ દર્શન કરીને પરત ફરી રહ્યો હતા, ત્યારે વડોદરાના પોર નજીક તેમની કાર અચાનક હાઈવે પરથી નીચે ઉતરી જતાં અકસ્માત સર્જાયો હતો. જેમાં કારમાં સવાર આઠ લોકોમાંથી ત્રણના ઘટનાસ્થળે મોત નીપજ્યા હતા. આ ઘટનામાં કારમાંથી મૃતકોને નીકાળવા માટે ફાયર વિભાગની મદદ લેવામાં આવી હતી. જેમાં ફાયર કટર વડે કારનો અમુક ભાગ કાપીને મૃતકોને બહાર કાઢવામાં આવ્યા હતા.

Related posts

બુટલેગરનો નવો કીમિયો : ટ્રકમાં પાયવુડની આડમાં દારૂની હેરાફેરી

admin

જગદગુરુ શંકરાચાર્યના અપમાન મામલે સાધુ-સંતોમાં રોષ: વડોદરામાં પત્રકાર પરિષદ યોજાઈ

admin

સંત શિરોમણી શ્રી જલારામ બાપાની જયંતી નિમિતે વડોદરાના કારેલીબાગ મંદિર ખાતે ભક્તો દર્શનાર્થે ઉમટ્યા

admin

Leave a Comment