અમદાવાદમાં અસામાજિક તત્વોનો ત્રાસ વધી રહ્યો છે ત્યારે વસ્ત્રાલની શાશ્વત સોસાયટી નજીકના વિસ્તારમાં ગુરૂવારે મોડી રાતે લાકડી-દંડા અને તલવાર જેવા તીક્ષ્ણ હથિયારો વડે આતંક મચાવનાર 9 અસામાજિક તત્ત્વોને રામોલ પોલીસે પકડી જાહેરમાં સરભરા કરી હતી. ત્યારબાદ આ ઘટનાના 24 કલાકમાં સરકારે મોટો નિર્ણય લેતાં તમામ આરોપીઓના ગેરકાયદે બાંધકામો પર બુલડોઝર ફેરવવાનો નિર્ણય લીધો હતો. જેને પગલે એ.એમ.સીના અધિકારીઓ, પોલીસ કમિશનર સહિત પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ડિમોલિશન ની કાર્યવાહી હાથ ધરી હતી.

