વડોદરા મહાનગર પાલિકા ખાતે યોજાયેલ સાંસદ ધારાસભ્યની સંકલન બેઠકમાં સાંસદ હેમાં જોશી દ્વારા શહેરના વિવિધ મુદ્દાઓ ને લઈ રજૂઆત કરી હતી અને જરૂરી સૂચન કર્યા હતા.
તેમના દ્વારા ખાસ કરીને અકસ્માતો નું નિરાકરણ લાવવા માટે શહેરમાં જે રસ્તા પહોળા છે તેવા રસ્તા નક્કી કરી જો સ્પીડ બ્રેકર ન લગાવી શકાય તેમ હોય તો રબર સ્ટ્રીપ લગાવવામાં આવે જેથી વાહનોની સ્પીડ કંટ્રોલમાં રહે અને આ કાર્યવાહી પાલિકા અને પોલીસ વિભાગ સંયુક્ત રીતે કરે એવું સૂચન કર્યું હતું આ સાથે વોર્ડ નંબર ત્રણ અને કેટલાક વિસ્તારમાં પાણીના પ્રેસરની જે સમસ્યા છે તે મુદ્દે કમિશનરનું ધ્યાન દોર્યું હતું અને હાલમાં ચાલી રહેલ વિશ્વામિત્રી પ્રોજેક્ટ મુદ્દે પણ માહિતી મેળવી હતી.

