30.9 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 23, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

સંકલનની બેઠકમાં દર્ભાવતીના ધારાસભ્ય શૈલેષ મહેતા દ્વારા અનેક મુદ્દે રજૂઆતસંકલનની બેઠકમાં દર્ભાવતીના ધારાસભ્ય શૈલેષ મહેતા દ્વારા અનેક મુદ્દે રજૂઆતસંકલનની બેઠકમાં દર્ભાવતીના ધારાસભ્ય શૈલેષ મહેતા દ્વારા અનેક મુદ્દે રજૂઆત

પાલિકામાં મળેલી સાંસદ ધારાસભ્ય ની સંકલન બેઠકમાં ડભોઇ-દ્રર્ભાવતી ના ધારાસભ્ય શૈલેષ મહેતા દ્વારા પોતાના મતવિસ્તારમાં આવતા બિલ ભાયલી અને કલાલી ના અનેક પ્રશ્નો મુદ્દે રજૂઆત કરી મ્યુનિસિપલ કમિશનરનું ધ્યાન દોર્યું હતું.

તેઓએ રજૂઆત કરી હતી કે બિલ કલાલી અને ભાઈલીમાં મચ્છરોનો ખૂબ જ ત્રાસ છે વરસાદી ગટરોનું કામ થતું નથી. ભાયલી બિલમાં રસ્તાઓ કામો જલ્દીથી થવા જોઈએ. ભાયલીના તળાવનું કામ હજુ શરૂ થયું નથી અને આ કામ સ્ટેન્ડિંગ કમિટી મંજૂર નથી કરતી એવું અમારા ધ્યાનમાં આવ્યું છે ત્યારે આ મુદ્દે તપાસ કરવામાં આવશે. આ સાથે ભાઈલીમાં લિનિયર પાર્ક માટે સરકાર તરફથી 50 કરોડ જેટલી રકમ ની ફાળવણી કરવામાં આવી છે છતાં કોઈ જ કાર્યવાહી કરવામાં આવી નથી અને ધારાસભ્ય ની રજૂઆત હોવા છતાં પણ કોઈ કાર્યવાહી કરવામાં નથી આવતી. જેથી ડેવલોપમેન્ટ રોકાય છે અને આ ના કારણે કોર્પોરેશનની ચૂંટણીમાં પણ ફરક પડી શકે છે. આ વિસ્તારમાં વરસાદી ગટરના પણ કામો ઝડપથી થવા જોઈએ તેવી પણ તેમણે રજૂઆત કરી હતી.
આ સાથે અત્યારે વિશ્વામિત્રી પ્રોજેક્ટની કામગીરી ચાલુ છે ત્યારે કલાલી અને મારેઠા ગામ ડભોઇ વિધાનસભામાં આવતા હોય ત્યારે અમને આ કામ બાબતે કોઈ જ સંકલન અમારી સાથે કરવામાં આવ્યું નથી તે બાબતે પણ તેઓએ રોષ ઠાલવ્યો હતો અને કમિશનરને રજૂઆત કરી હતી.

Related posts

એમજી વડોદરા ઇન્ટરનેશનલ મેરેથોન–૨૦૨૬માં શક્તિ સ્પોર્ટ્સ ક્લબના ખેલાડીઓનું દમદાર પ્રદર્શન

admin

સુભાનપુરા અરુણાચલ સોસાયટીમાં રહેતા અંજુ શર્માનો મૃતદેહ વડોદરા લાવવામાં આવ્યો

admin

ડભોઇ પશુ દવાખાના વિસ્તારમાં ગંદકી અને ઝાડી-ઝાંખરાનું સામ્રાજ્ય, નગરપાલિકાની કામગીરી સામે ઉઠ્યા સવાલો

admin

Leave a Comment