30.9 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 23, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વડોદરાના કારેલીબાગ ખાતે આવેલખાસ વાડી સ્મશાન ગૃહ ખાતેની સમસ્યા દૂર કરવા મહારાષ્ટ્રીયન સમાજ દ્વારા મેયરને આવેદન

વડોદરા શહેરના કારેલીબાગ ખાતે આવેલ ખાસવાડી સ્મશાન માં મહારાષ્ટ્રીયન સમાજમાં મૃત્યુ પામનાર સદસ્યોની બીજા દિવસથી લઈને 13મા દિવસ સુધી રોજે રોજ અલગ અલગ વિધિ કરવામાં આવે છે જ્યાં મોટી સંખ્યામાં માતા બહેનો પણ આવતા હોય છે જ્યાં શૌચાલયની વ્યવસ્થા ન હોવાના કારણે ખૂબ જ હાલાકી નો સામનો કરવો પડતો હોય છે. ત્યારે આ બાબતે અગાઉ રજૂઆત કરવામાં આવી હોવા છતાં કોઈ કાર્યવાહી કરવામાં નથી આવી જેથી સમાજના અગ્રણીઓ દ્વારા મેયરને આવેદન આપવા પાલિકા ખાતે પહોંચ્યા હતા જ્યાં મેયર હાજર ન મળતા ફોન દ્વારા સંપર્ક કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો પરંતુ વારંવાર ફોન કરવા છતાં મેયર દ્વારા કોઈ પ્રત્યુતર આપવામાં આવ્યો ન હતો જેથી સમાજ ના આગેવાનોમાં રોષ જોવા મળ્યો હતો. અને તેમણે જણાવ્યું હતું કે એક મહિલાઓની સમસ્યા પહેલા મેયર સારી રીતે સમજી શકે તેમ છે તે છતાં પણ ફોન કરવા છતાં મારો કોઈ ફોન ઉપાડ્યો નથી કે સામેથી કોઈ જવાબ અમને આપ્યો નથી. આ સાથે દસપિંડ કરવા જવાનો જે માર્ગ છે એ પણ એકદમ ખરાબ અવસ્થામાં છે આ મુદ્દે અત્યારના કાઉન્સિલર શ્વેતા ઉત્તેકર ને ગત ચોમાસામાં ધ્યાન દોર્યું હતું ત્યારે તેમણે જણાવ્યું હતું કે ચોમાસા બંધ થયા બાદ બનાવી આપવામાં આવશે પરંતુ હવે બીજું ચોમાસું આવવાની તૈયારી છે ત્યારે આ સમસ્યા હજુ ફળ થઈ નથી.

આવેદનપત્ર આપવા આવેલ સમાજના અગ્રણીઓને કોઈ પદાધિકારીઓ હાજર ન મળતા વિરોધ પક્ષના નેતાને મળી રજૂઆત કરી હતી જ્યાં તેમને તેઓની રજૂઆત આગળ પહોંચાડશે તેવી ખાતરી આપવામાં આવી હતી.

Related posts

ડભોઇ નાદોદી ભાગોળ પાસે આવેલ પંચેશ્વર મહાદેવ મંદિરના 12 મા પાટોત્સવની ઉજવણી

admin

પોલિટેક્નિકમાં ABVP અને NSUI વચ્ચે ઘર્ષણ..ડીનનો શર્ટ ફાટ્યો બે પોલીસ કર્મી ઘાયલ

admin

મકરપુરા GIDCમાંથી પસાર થતી વરસાદી કાંસની સફાઈ મામલે મ્યુનિસિપલ કમિશનરે પ્રતિક્રિયા આપી

admin

Leave a Comment