Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વડોદરાની એમ.એસ.યુનિવર્સિટીની સાયન્સ ફેકલ્ટી ખાતે વન નેશન વન ઇલેક્શન સંદર્ભે સહી ઝુંબેશ યોજવામાં આવી

વડોદરા શહેરની એમ.એસ. યુનિવર્સિટીની સાયન્સ ફેકલ્ટી ખાતે વન નેશન વન ઇલેક્શન સંદર્ભે સહી ઝુંબેશ યોજવામાં આવી હતી.જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓમાં ભાગ લીધો હતો.

વડોદરા શહેરની વિશ્વવિખ્યાત મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની સાયન્સ ફેકલ્ટી ખાતે સંવિધાન સપોર્ટ ફોરમ દ્વારા વન નેશન વન ઇલેક્શન સંદર્ભમાં જાગૃતતા ફેલાવવા માટે સહી ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓમાં ભાગ લીધો હતો. સંવિધાન સપોર્ટ ફોરમના પાર્થ પંડ્યા એ જણાવ્યું હતું કે આખા ભારત દેશની અંદર અત્યારે સરકારે ખૂબ જ સરસ વિચાર લાવી રહી છે. વન નેશન અને વન ઇલેક્શન, ભારત દેશની અંદર તાલુકા પંચાયતની, લોકસભાની કે વિધાનસભાની ચૂંટણીઓ હોય બધી અલગ અલગ થઈ રહી છે. ત્યારે આ કોઈ નવી વસ્તુ નથી. ભારત દેશ જ્યારે આઝાદ થયો. ત્યારે, 1951માં બધી ચૂંટણીઓ સાથે થઈ હતી અને 1959 સુધી બધી જ ચૂંટણીઓ એક સાથે ચાલતી જ હતી. પરંતુ, પછી આજે આગળ પાછળ સમય ગાળો થયો અને પછી બધી ચૂંટણીઓ અલગ અલગ થવા લાગી. જે અલગ અલગ થવાના કારણે જે સરકારી અધિકારીઓ છે તેમજ જે નેતાઓ છે તેમજ સરકારી ખજાનો છે એની પર જોર પડે છે અને સરકારી અધિકારીઓ પણ ચૂંટણીની કામગીરી માંથી ફરી નથી પડતા અને યુનિવર્સિટી કોલેજની પરીક્ષામાં એની ઉપર ઘણી બધી અસર પડે છે. એના કારણે જો તમામ આખા દેશની અંદર જે ચૂંટણી છે એક સાથે આયોજિત કરવામાં આવે તો આ તમામ વસ્તુઓથી આપણે સમય અને પૈસા બંનેની બચત કરીને આ દેશના વિકાસમાં વધારે ધ્યાન આપી શકીએ પાછળના પાંચ વર્ષમાં મહારાષ્ટ્રની અંદર એવી પરિસ્થિતિ હતી કે પાંચ વર્ષમાંથી 750 દિવસ આચારસંહિતાના હતા. તો એની માટે વન નેશન વન ઇલેક્શન ખૂબ જ જરૂરી છે અને સંવિધાન સપોર્ટ અંતર્ગત અને અત્યારે સિગ્નેચર કેમ્પનીંગ કરી રહ્યા છે અને તમામ લોકોને સમજાવીએ છીએ કે આ શા માટે વસ્તુ જરૂરી છે અને કેટલી આ વસ્તુ આપણને ઉપયોગી નીવળશે.

Related posts

વડોદરાના અકોટા D-Martમાં આવેલા સિનેમાર્કમાં પીવાના R.O.ના પાણીમાં જીવાત જોવા મળી…

admin

બીજેપી વડોદરા મહાનગર દ્વારા ડ્રોનની માધ્યમ મધ્યમથી વણીકરણ અને વૃક્ષારોપણ કાર્યક્રમ

admin

વડોદરા દરજીપુરા ખાતે દારૂના કટિંગની ઉપર દરોડો પાડવા પહોંચેલ એસએમસી ટીમ ઉપર પથ્થરમારો

admin

Leave a Comment