33.1 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વડોદરા શહેરના ફતેગંજ અને શાસ્ત્રી બ્રિજ નીચેથી બે ટ્રક ભરી ગેરકાયદે લારી, ગલ્લા જપ્ત.

વડોદરા શહેરના ફતેગંજ બ્રિજ અને શાસ્ત્રી બ્રિજ નીચે ગેરકાયદે લારી, ગલ્લા હટાવવાની કામગીરી ગઈકાલે મોડી રાત્રે પોલીસ અને કોર્પોરેશનના તંત્રએ હાથ ધરી હતી. વધતી જતી અસામાજિક પ્રવૃત્તિઓને ધ્યાનમાં રાખીને રાજ્યના પોલીસ વડાએ અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહી કરવાની આપેલી સૂચના મુજબ શહેરના વિવિધ વિસ્તારોના પોલીસ સ્ટેશનમાંથી રાત્રિ દરમિયાન લારી, ગલ્લા પર અડ્ડો જમાવીને બેસનારા તત્વો સામે અટકાયતની કાર્યવાહી શરૂ કરી છે. જેમાં ગઈકાલે 400થી વધુ વ્યક્તિઓની અટકાયત કરવામાં આવી હતી. હવે વિવિધ વિસ્તારોમાં ગેરકાયદે રીતે રાત્રી દરમિયાન લારી, ગલ્લા ઉભા રાખી તે સ્થળે માથાભારે તત્વો અડ્ડો જમાવીને બેસી રહેતા હોય છે તેવા લારી ગલ્લા હટાવવાની કામગીરીની ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. જેના ભાગરૂપે ગઈકાલે રાત્રે ફતેગંજ પોલીસ સ્ટેશન વિસ્તારના ફતેગંજ બ્રિજ અને શાસ્ત્રી બ્રિજ નીચેના ભાગમાં મોડી રાત સુધી ચાલતા લારી ગલ્લા હટાવવાની કામગીરી કરવામાં આવી હતી. દરમિયાનમાં ત્રણ ટ્રક ભરીને લારી ગલ્લા તથા સામાન જપ્ત કર્યો હોવાનું જાણવા મળે છે.

Related posts

વડોદરા શહેરના સ્મશાનોનો ઇજારો આપતા પહેલા ફેર વિચારણા કરો

admin

વડોદરા જિલ્લાના કોંગ્રેસના નેતા રાજેન્દ્રસિંહ ગોહિલના પુત્ર અનિરૂદ્ધસિંહ ગોહિલ સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવતા ચકચાર મચી

admin

શ્રવણ સેવા ફાઉન્ડેશન દ્વારા ગણેશજીના અતિપ્રિયા એવા લાડુનો ભોગ 33 કોટી દેવી-દેવતાઓનો જેમનામાં વાસ છે તેવા ગૌ માતાને અર્પણ કર્યો છે. સાથે જ ગરમાગરમ રોટલીઓ પણ ગૌ માતાઓને જમાડવામાં આવી

admin

Leave a Comment