40.7 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
છોટાઉદેપુર જિલ્લો

છોટાઉદેપુર જિલ્લાના સંખેડા બોડેલી અને પાવીજેતપુર તાલુકામાં કેળાનું વાવેતર

આ વર્ષે કેળાના ભાવ 380 રૂપિયા પહોંચી જતા ખેડૂતોને ગત વર્ષ કરતા આ વર્ષે સારો ભાવ મળ્યો છોટાઉદેપુર જિલ્લાના કેળા રાજસ્થાન અને ગુજરાતના અનેક જિલ્લાઓમાં જાય છે. જયારે ગત વર્ષ કરતા આ વર્ષે કેળાની લુમનું વજન ઓછું ઉતરે છે.

છોટાઉદેપુર જિલ્લામાં કોલ્ડ સ્ટોરેજ બનાવવા માટે ખેડૂતોની માંગ છોટાઉદેપુર જિલ્લામાં એકપણ કોલ્ડ સ્ટોરેજ નથી.

છોટાઉદેપુર જિલ્લાના સંખેડા બોડેલી અને પાવીજેતપુર તાલુકામાં ખેડૂતો પહેલા કપાસ અને ટામેટાની ખેતી કરતા હતા. પરંતુ આ બંનેવ પાકોમાં કમોસમી વરસાદ અને હવામાનના કારણે કપાસ અને ટામેટાના પાકોમાં ખેડૂતોને પૂરતા ભાવ ના મળતા ખેડૂતોને નુકશાન જતું હતું. તેને લઈને ખેડૂતો છેલ્લા ત્રણ વર્ષથી કેળાની ખેતી તરફ વળ્યાં છે. જેમાં આ વર્ષે ઉનાળાની શરૂઆતમાં કેળાના ભાવ 20 કિલોના 380 રૂપિયા સુધી મળતા હાલ ખેડૂતોને સારા ભાવ મળતા ખેડૂતો મોટાપાયે કેળાનું કટીંગ કરી રહ્યા છે. અને આ વર્ષે વજન કેળાની લૂમનું ઓછું આવે છે. ગત વર્ષે કેળાની લૂમનું વજન વધારે આવતું હતું. જયારે ગત વર્ષ કરતા આ વર્ષે 20 કિલોએ કેળાના ભાવમાં 180 રૂપિયા વધારે મળી રહ્યા છે. જેનાથી ખેડૂતોને ફાયદો થયો છે. છોટાઉદેપુર જિલ્લાના કેળા રાજસ્થાન દિલ્હી અને ગુજરાત રાજ્ય ના અલગ અલગ જિલ્લાઓમાં જાય છે. જયારે ખેડૂતો ભાવ સારા હોવાથી ઝડપથી કેળા વેચાઈ જાય તેની તકેદારી રાખી રહ્યા છે. છોટાઉદેપુર જિલ્લાના ત્રણેય તાલુકાઓમાં ખેડૂતો કોલ્ડ સ્ટોરેજની માંગ કરી રહ્યા છે. ખેડૂતોના જણાવ્યા મુજબ છોટાઉદેપુર જિલ્લામાં કોલ્ડ સ્ટોરેજ નથી. જેના કારણે ખેતીના માલનું ઉત્પાદન થાય ત્યારે કેળા શાકભાજી અને અન્ય ફ્રૂટ ના ભાવ ઘટે ત્યારે કોલ્ડ સ્ટોરેજ માં મૂકી શકાય સરકારે છોટાઉદેપુર જિલ્લામાં બોડેલી અને નસવાડી તાલુકામાં કોલ્ડ સ્ટોરેજ બનાવવા જોઈએ જેનાથી ખેડૂતોએ પકવેલા શાકભાજી અને કેળા કોલ્ડ સ્ટોરેજમાં મૂકી શકાય જેનાથી ઓછા ભાવે વેચવા માટે મજબૂરના બનવું પડે તેવી ખેડૂતોએ માંગ કરી છે.

Related posts

છોટાઉદેપુર જિલ્લા યુથ કોંગ્રેસ પ્રમુખ તરીકે નોફિલ મેમણ વકીલનો ભવ્ય વિજય

admin

છોટાઉદેપુર નગરમાં આવેલ જનરલ હોસ્પિટલ ખાતે જિલ્લા પંચાયત આરોગ્ય અને આયુર્વેદિક શાખા દ્વારા નિઃશુલ્ક સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન છોટાઉદેપુર લોકસભાના સાંસદ જશુભાઈ રાઠવાની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું

admin

છોટાઉદેપુર જિલ્લાના તેજગઢ ખાતે ધરતી આબા ગ્રામ ઉત્કર્ષ અભિયાનનો એક ભવ્ય કાર્યક્રમ યોજાયો

admin

Leave a Comment