Genius Daily News
છોટા ઉદેપુરછોટાઉદેપુર જિલ્લો

છોટાઉદેપુર નગરમાં આવેલ જનરલ હોસ્પિટલ ખાતે જિલ્લા પંચાયત આરોગ્ય અને આયુર્વેદિક શાખા દ્વારા નિઃશુલ્ક સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન છોટાઉદેપુર લોકસભાના સાંસદ જશુભાઈ રાઠવાની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું


છોટાઉદેપુર જિલ્લા પંચાયત આરોગ્ય અને આયુર્વેદિક શાખા છોટાઉદેપુર દ્વારા છોટાઉદેપુર નગરમાં આવેલ જનરલ હોસ્પિટલ ખાતે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં છોટાઉદેપુર લોકસભાના સાંસદ જશુભાઈ રાઠવા ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં સાંસદ જશુભાઈ રાઠવાની સાથે જિલ્લા પંચાયતના કારોબારી અધ્યક્ષ શર્મિલાબેન રાઠવા, આરોગ્ય સમિતિના ચેરમેન ગુમાનભાઈ રાઠવા, જિલ્લા આરોગ્ય અધિકારી ભરતસિંહ ચૌહાણ, જિલ્લા આયુર્વેદિક અધિકારી ડોક્ટર પારુલ વસાવા, એપીએમસીના ચેરમેન મુકેશભાઈ પટેલ સહિત આગેવાનો નગરજનો અને મોટી સંખ્યામાં આસપાસના લોકો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં જિલ્લા સરકારી હોસ્પિટલ અને ગોત્રી મેડિકલ કોલેજ માંથી વિવિધ રોગોના તજજ્ઞોએ તેમજ તબીબી અઘિકારીઓ તથા આરોગ્ય કર્મચારીઓ હાજર રહી દર્દીઓને સારવાર અને સેવાઓ આપી હતી.

મોહસીન સુરતી છોટાઉદેપુર

Related posts

આયુષ્માન કાર્ડ થકી ૧૧ વર્ષિય અસ્મિતાનું ૩ લાખથી વધુના ખર્ચે થનાર ઓપરેશન વિના મૂલ્યે થયું

admin

રંગપુર પોલીસ સ્ટેશન વિસ્તારના ચોરીના ગુનામાં રાજ્ય બહારના નાસતા ફરતા આરોપીને પકડી પાડતી છોટાઉદેપુર લોકલ ક્રાઇમ બ્રાન્ચ…

admin

છોટાઉદેપુર ભાજપ કાર્યાલય ખાતે પ્રદેશ નિરિક્ષકો દ્વારા તાલુકા ભાજપ પ્રમુખ બનવા માટે ઈચ્છતા ઉમેદવારો પાસે ઉમેદવારી પત્ર સ્વીકારવાની કામગીરી શરૂ કરવામાં આવી

admin

Leave a Comment