33.1 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
છોટા ઉદેપુરછોટાઉદેપુર જિલ્લો

જિલ્લા ક્ષય કેન્દ્ર છોટાઉદેપુર દ્વારા દરબાર હોલ છોટાઉદેપુર ખાતે ૨૪ માર્ચ વિશ્વ ક્ષય દિવસની ઉજવણી અંતર્ગત ટીબી મુક્ત ગ્રામ પંચાયત સન્માન કાર્યક્રમ યોજાયો.

જિલ્લા ક્ષય કેન્દ્ર દ્વારા ૨૪ માર્ચ વિશ્વ ક્ષય દિવસની ઉજવણી અંતર્ગત દરબાર હોલ છોટાઉદેપુર ખાતે ટીબી મુક્ત ગ્રામ પંચાયતના સન્માન માટે નો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં છોટાઉદેપુર જિલ્લાની ૩૫૯ ગ્રામ પંચાયત માંથી ૮૯ પંચાયત ટી.બી. ફ્રી પંચાયત જાહેર કરવામાં આવી હતી. જેમા ગ્રામ પંચાયત સરપંચ, તલાટીઓને ગાંધીજીની પ્રતિમા તથા સન્માન પત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.

જીલ્લા પંચાયત પ્રમુખ મલકાબેન પટેલના અધ્યક્ષ સ્થાને યોજાયેલ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત કારોબારી સમિતિના ચેરમેન શર્મિલાબેન રાઠવા, છોટાઉદેપુર જિલ્લા વિકાસ અધિકારી સચિન કુમાર,મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.ભરતસિંહ ચોહાણ, તાલુકા આરોગ્ય અધિકારી ડો.મનહર રાઠવા, ડો.વિકાશ રંજન, ડો.ભારતી ગુપ્તા, જિલ્લા ક્ષય કેન્દ્ર છોટાઉદેપુરના મેડિકલ ઓફિસર ડો.કુલદીપ શર્મા, વાલસિંગભાઈ રાઠવા સહિત આરોગ્ય કર્મચારીઓ તથા મોટી સંખ્યામાં સરપંચઓ તલાટીઓ તેમજ આરોગ્ય કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમના અંતે ટીબી મુક્ત ભારત પ્રતિજ્ઞા લેવામાં આવી હતી.

મોહસીન સુરતી, છોટાઉદેપુર

Related posts

સાયબર ફ્રોડ અંગે લોક જાગૃતિ માટે છોટાઉદેપુર જિલ્લા પોલીસ વડા ઈમ્તિયાઝ શેખે પ્રેસ કોન્ફરન્સ યોજી

admin

પહેલાંજ વરસાદમાં 4 કરોડથી વધુના ખર્ચે બનાવેલ ભારજ નદીના પટમાં બનાવેલ ડ્રાઈવર્જન ધોવાયું

admin

છોટાઉદેપુર જિલ્લા ખાન ખનીજ વિભાગની ટીમ દ્વારા છોટાઉદેપુર જિલ્લાના અલગ અલગ વિસ્તારમાંથી કુલ ૧૩ જેટલા વાહનોને ઝડપી પાડ્યા છે.

admin

Leave a Comment