દેશમાં અને ગુજરાતમાં વધતા જતા સાયબર ફ્રોડના ગુના અટકાવવાના હેતુથી છોટાઉદેપુર જિલ્લા પોલીસ વડા ઇમ્તિયાઝ શેખે પ્રેસ કોન્ફરન્સ યોજી ઓનલાઇન છેતરપિંડી કરનારાની જુદી જુદી મોડસ ઓપરેન્ડી અંગે માહિતી આપી હતી. સોશિયલ મીડિયામાં ફેક એકાઉન્ટ બનાવી, અજાણાં નંબર ઊપરથી લિન્ક મોકલી, જોબ આપવાની લાલચ આપી, ઓનલાઈન શોપિંગમાં લોભામણી લાલચ આપી વિગેરે જુદી જુદી રીતે ફ્રોડ કરી ખાતા માથી પૈસા પડાવી લેવાની પધ્ધતિ બાબતે લોકોને જાગૃત રહેવા અને છેતરપિંડીથી બચવા માટે પોલીસ વડાએ લોકોને આહવાન કર્યું છે.
રિપોર્ટર મોહસીન સુરતી છોટાઉદેપુર

