ધામળેજ દરિયા કિનારે થી 5 કરોડ થી વધુ નું ચરસ મળી આવતા તપાસ નો ધમધમાટ શરૂ
સુત્રાપાડા તાલુકા નો ધામલેજ દરિયા કિનારો જે છેલા એકાદ વર્ષ થી ચર્ચામાં અહી થી વારંવાર નશીલો પ્રદાર્થ મળી રહ્યો છે અને વધુ એક વખત એસઓજી પોલીસ ને અહીથી ચરસ ના 9 જેટલા પેકેટ મળી આવ્યા છે જેનો વજન 10 કિલો નો આસપાસ થયો છે
ગીર સોમનાથ પોલીસ વડા મનોહર ર્સિંહ જાડેજા ના જણાવ્યા મુજબ 5.30 લાખ ની કિંમત નું ચરસ નિં વારસુ હાલત માં મળી આવ્યો છે એફ એલ એલ ની પણ મદદ લેવામાં આવી છે હાલ દરિયા કિનારે ચર્ચ હાથ ધરવામાં આવ્યું છે
ગીર સોમનાથ એસપી ના જણાવ્યા મુજબ છેલા એકાદ વર્ષ ની અંદર ગીર સોમનાથ જીલ્લા ના અલગ અલગ સ્થળ અને સમુદ્ર કિનારે થી મોટા પ્રમાણ માં ડ્રગગ્સ અને ચરસ મળી આવ્યું છે ઉર્દૂ ભાષા માં પેકેટ ઉપર લખાણ છે પોલીસ ના જણાવ્યા મુજબ અફઘાનિસ્તાન પાકિસ્તાન અને અન્ય દેશ માંથી આં પેકેટ આવતા હોવાની આશંકા છે છેલા બે વર્ષ માં 380 કરોડ નું ડ્રગગસ અને ચરસ જેવું નશીલો પદાર્થ મળી આવ્યો છે
ગીર સોમનાથ એસપી એ માછીમારો અને લોકો ને અપીલ કરી છે કે તેમને કોઈ શંકાસ્પદ પદાર્થ જનાય તો તુરંત પોલીસ નો સંપર્ક કરે કારણ કે તમામ નશીલા પદાર્થ નો જથ્થો બાતમી ના આધારે મળી આવ્યો છે.
પરાગ સંગતાણી, ગીર-સોમનાથ

