વડોદરા શહેરમાં જાહેર જનતાના ગુમ થયેલ મોબાઇલ ફોન,વાહનો તથા સાયબર ફ્રોડ તથા સોના-ચાંદી દાગીના શોધી તેઓના માલિકને પરત સોપવા વડોદરા મા. પોલીસ કમિશ્નરની અધ્યક્ષતામાં “તેરા તુજકો અર્પણ” કાર્યક્રમ ઉમાંકાન્ત હોલ માંજલપુર ખાતે યોજાયો
પોલીસ કમિશ્નર નરસિમ્હા કોમર સાહેબ નાઓની અધ્યક્ષતામાં “તેરા તુઝકો અર્પણ” કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ જે કાર્યક્રમના મુખ્ય અતિથિ તરીકે વડોદરા શહેરના મેયર પિન્કીબેન સોની, તથા વડોદરા શહેર સાંસદ હેમાંગભાઇ જોષી, તથા વડોદરા માંજલપુર વિધાનસભા ધારસભ્ય યોગેશભાઈ પટેલ હાજર રહેલા તથા વડોદરા શહેરના તમામ ઝોનના નાયબ પોલીસ કમિશ્નરઓ તથા તમામ મદદનીશ પોલીસ કમિશ્નરઓના નેતૃત્વ હેઠળ તેરા તુજકો અર્પણ” કાર્યક્રમનું આયોજન કરી, વડોદરા શહેરમાં ગુનાખોરી ડામી જાહેર જનતાંની ખોવાયેલી તથા ચોરાયેલી તથા અસામાજિક તત્વો દ્વારા ફ્રોડ કરી લુટાયેલી અમાનતો અથાગ પ્રયત્નો કરી શોધી તેઓના ગુમ થયેલ મોબાઇલ ફોન, વાહનો તથા સાયબર ફ્રોડ તથા સોના-ચાંદી દાગીના શોધી મુળ માલિકને પરત સોપવા માટે “તેરા તુજકો અર્પણ” કાર્યક્રમ ઉમાંકાન્ત હોલ માંજલપુર ખાતે આયોજન કરી જાહેર જનતાને સાયબર રીફંડના કુલ રૂ.૨,૧૮,૨૯,૭૨૩/- તથા કુલ વાહન ૨૪ જેની કિ.રૂ. ૩૩,૬૩,૫૦૦/- તથા મોબાઇલ ફોનની ૨૦૫ કિ.રૂ. ૩૩,૭૬,૭૪૮/- તથા સોનાના દાગીના – ૧૯ ચાાંદીના દાગીના-૧૦ જેની કિ.રૂ. ૨૬,૬૦,૩૮૭/- તથા અન્ય રોકડ રકમ રૂ.૮,૧૫,૦૦૦/- મળી કુલ્લે કિ.રૂ. ૩,૩૨,૪૯,૧૪૮/- ની મુળ માલિકોને પરત કરવામાં આવેલ લાભાર્થીઓ દ્વારા ખુબ જ હર્ષની લાગણી અનુભવી રહ્યાં હતા વધુમાં વડોદરા શહેર પોલીસ કમિશનર એ જણાવ્યું કે

