ઇમ્તીયાઝ શેખ પોલીસ અધિક્ષક છોટાઉદેપુર નાઓએ મિલકત સંબંધી વણ શોધાયેલા ગુનાઓ શોધી કાઢી અસરકારક કામગીરી કરવા જીલ્લાના તમામ થાણા અધિકારી તથા તમામ શાખા ઇન્ચાર્જ નાઓને સૂચના કરેલ
જે અન્વયે એમ.એફ.ડામોર પોલીસ ઇન્સ્પેકટર લોકલ ક્રાઇમ બ્રાન્ચ છોટાઉદેપુર નાઓએ એલ.સી.બી સ્ટાફના પોલીસ કર્મચારીઓને સુચના આપેલ જે અન્વયે એલ.સી.બી સ્ટાફના પોલીસ કર્મચારીઓ છોટાઉદેપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન અંગત બાતમીદાર થકી ચોક્કસ બાતમી હકીકત મળેલ કે,
રાજ્યના બહારનો ચોરીના ગુનામાં નાસતો ફરતો આરોપી દિનેશભાઇ કેમતા ઉર્ફે હેમતાભાઇ મસાણીયા રહે-છોટી ઉતાવલી, પંચાયત ફળીયા તા-સોંઢવા જી-અલીરાજપુર નાઓ પલાસદા ચોકડીએ ઉભેલ છે તેવી મળેલ બાતમી હકીકત આધારે પલાસદા ચોકડી પર જઇ બાતમી મુજબના ઇસમને કોર્ડન કરી પકડી પાડી તેનુ નામઠામ પુછતા તેને પોતાનું નામ દિનેશભાઇ કેમતા ઉર્ફે હેમતાભાઇ મસાણીયા રહે-છોટી ઉતાવલી,પંચાયત ફળીયા તા-સોંઢવા જી-અલીરાજપુરનો હોવાનું જણાવેલ જેથી સદરીને ગુન્હા બાબતે પુછતાં તેણે જણાવેલ કે, આજથી આશરે ચાર વર્ષ પહેલા ચોરીની મોટર સાયકલ સાથે પકડાયેલ જેમાં તેનુ નામ ખુલેલ ત્યારથી પોલીસ તેને પકડી જશે તે બીક થી આજદીન સુધી નાસતો ફરતો હોવાની હકિકત જણાવી મોટર સાયકલ ચોરીના ગુનાનો એકરાર કરતો હોય જે અંગે શરીર સ્થિતીનું પંચનામું કરી તેના વિરુધ્ધ BNSS-૨૦૨૩ ની કલમ ૩૫ (૧) (જે) મુજબ અટકાયત કરેલ છે.
મોહસીન સુરતી, છોટાઉદેપુર

