આણંદ જિલ્લામાં ઓડ નોખા ગામની સીમમાં રૂ. 91,200 કિંમતના વિદેશી દારૂ ભરેલી અશોક લેલન ડાલા પકડાયેલા કેસમાં સંડોવાયેલા અને છેલ્લા ચાર મહિનાથી નાસતા ફરતા આરોપી અલ્કેશ ભલુભાઈ પરમારને વડોદરા ક્રાઇમ બ્રાન્ચની પેરોલ-ફર્લો ટીમે બાતમીના આધારે ગોત્રી મેડિકલ કોલેજ નજીકથી ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

