વડોદરા યુથ કોંગ્રેસ દ્વારા ડેરીડેન સર્કલ, સયાજીગંજ ખાતે સરકારી નીતિ ના વિરોધ માં દેખાવો કરવા માં આવ્યો હતો, દેશભરના યુવાનો અને વિદ્યાર્થીઓનું ભવિષ્ય બગાડનાર #NTAને બેંન કરવા અને #NEET પરીક્ષાનું ફરીથી આયોજન કરવાની માંગ સાથે ધરણાંનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, દરમિયાન અગ્રણીઓ દ્વારા ચક્કાજામ કરવા માં આવતા પોલીસ દ્વારા કાર્યકારી પ્રમુખ સહિત 8 થી 10 લોકો ની અટકાયત કરવા માં આવી હતી, અચાનક દેખાવો દરમિયાન કાર્યકારો રોડ પર આવી જતા ઉતેજના ફેલાઈ હતી, સયાજીગંજ પોલીસે ગણતરી ની મીનીટો માં દેખાવકારો ની અટકાયત કરી હતી, અત્રે નોંધનીય છેકે 24લાખ કરતા વધુ વિદ્યાર્થીઓ ના ભાવિ સામે સવાલો ઉભા થયા છે, ત્યારે અગ્રણીઓ દ્વારા પેપર ફોડવા અને ચેડાં કરવા માટે જેને રૂપિયા લીધા છે તેને લઇ ને નકલી નોટો ઉડાવી અનોખો વીરોધ કર્યો હતો

