વડોદરાના ફતેગંજ વિસ્તારમાં મૌલાના હારુન પઠાણે સ્નાન કરતી મહિલાનો વીડિયો ઉતારતા વિવાદ સર્જાયો હતો.
વડોદરામાં સાસુ નમાજ પઢતા હતા ત્યારે સ્નાન કરવા ગયેલી મહિલા નો બારી માં થી મૌલાનાએ વિડિયો ઉતાર્યો હોવાની ઘટના સામે આવી હતી.મહિલાને જાણ થતાં સીસીટીવી ચેક કરતા ભાડો ફૂટ્યો હતો.શહેરના કલ્યાણનગર માં રહેતા મૌલાના હારુન હાફિઝ પઠાણની આ મામલે સયાજીગંજ પોલીસે ધરપકડ કરી હતી.એક જ આવાસ યોજનાના મકાનમાં બન્ને પરિવાર રહે છે.મૌલવી આવાસના મકાનમાંથી નિકળતા હોવાનો સીસીટીવી પણ સામે આવ્યા હતા.મહિલાની સાથે બનેલી ઘટના મુદ્દે યોગ્ય કાર્યવાહી કરવા માગણી કરવામાં આવી છે.આ અંગે ફરિયાદી તેમજ ACPએ વધુ માહિતી આપી હતી.

