33.1 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
છોટા ઉદેપુરછોટાઉદેપુર જિલ્લો

છોટાઉદેપુર વિધાનસભાના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાના હસ્તે છોટાઉદેપુર તાલુકામાં વિવિધ માર્ગોનું ખાતમુહુર્ત કરવામાં આવ્યું.

છોટાઉદેપુર વિધાનસભાના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાના હસ્તે છોટાઉદેપુર તાલુકાના જામલા એપ્રોચ રોડ, વનાર એપ્રોચ રોડ, ડોલમાઇટ રોડ થી ઝેર રોડ, ઓલીઆંબા એપ્રોચ રોડ, પાધરવાંટ એપ્રોચ રોડનું ખાતમુહૂર્ત કરવામા આવ્યું હતું. ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાની રજૂઆતના પગલે રાજ્ય સરકાર દ્વારા આ રોડની મંજૂરી આપવામાં આવી હતી. જેનું આજે ધારાસભ્યના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આજના કાર્યક્રમમાં ધારાસભ્યની સાથે તાલુકા પંચાયતના પ્રમુખ કલ્પનાબેન રાઠવા, જિલ્લા ભાજપના ઉપપ્રમુખ દિનેશભાઈ રાઠવા, બરોડા ડેરીના ડિરેક્ટર અને ભાજપના યુવા નેતા સંગ્રામસિંહ નારણભાઈ રાઠવા, તાલુકા ભાજપ પ્રમુખ રસિકભાઈ રાઠવા, પૂર્વ તાલુકા ભાજપ પ્રમુખ કાળુભાઈ નાયકા, જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ માધુભાઈ રાઠવા, જિલ્લા પંચાયત સદસ્ય ભુવનસિંહ રાઠવા, સરપંચ રમેશભાઈ રાઠવા, સરપંચ કિશોરભાઈ રાઠવા, સામાજિક આગેવાન અરવિંદભાઈ રાઠવા, રટુભાઈ રાઠવા,રસિકભાઈ રાઠવા સહિત આગેવાનો અને મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા.

મોહસીન સુરતી, છોટાઉદેપુર

Related posts

છોટાઉદેપુર નગરપાલિકા કચેરીના અગત્યના જુના રેકોર્ડ અજાણ્યા ઇસમો દ્વારા તળાવમાં નાખી દેવામાં આવ્યા

admin

જેતપુર પાવીની જનતાને ઉલ માંથી ચૂલ માં પડવા જેવો ઘાટ

admin

છોટાઉદેપુરના પુનિયાવાંટ મોડેલ સ્કૂલમાં પ્રભારીમંત્રી ભીખુસિંહ પરમારએ મુલાકાત લીધી હતી. અધિકારીઓને પ્રભારી મંત્રીએ જરૂરી સૂચનો કર્યા હતા.

admin

Leave a Comment