સાંસદ જશુભાઇ રાઠવા અને ધારાસભ્ય જયંતિભાઈ રાઠવા સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
ભારતીય જનતા પાર્ટીના ૪૬ માં સ્થાપના દિવસની ઉજવણી અંતર્ગત પાવીજેતપુર તાલુકાના પાણીબાર રામ ટેકરી ખાતે ૧૩૮ પાવીજેતપુર વિધાનસભાનું સક્રિય સદસ્યતા સંમેલન યોજાયું હતું. જેમાં મહાનુભાવોની ઉપસ્થિતિમાં દીપ પ્રાગટ્ય કરી સંમેલનને ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. ઉપસ્થિત મહાનુભાવોને તાલુકા સંગઠનના હોદ્દેદારો દ્વારા ખેસ પહેરાવી પુષ્પગુચ્છ આપી સ્વાગત કરવામાં આવ્યું હતું.
છઠ્ઠી એપ્રિલ ૧૯૮૦ના રોજ ભારતીય જનતા પાર્ટીની સ્થાપના કરવામાં આવી હતી. ત્યારથી આજ દિન સુધીની પાર્ટીની વિકાસ ગાથા ઉપસ્થિત મહાનુભાવો દ્વારા સક્રિય સદસ્ય સમક્ષ મૂકી પાર્ટીને વધુ મજબૂત બનાવવામાં માર્ગદર્શન આપી જરૂરી સુચનો સાથે સક્રિય રીતે વફાદારીથી આવનારી ગ્રામ તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણીની તૈયારીઓમાં લાગી જવા આહવાન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે ૧૩૮ -પાવીજેતપુર વિધાનસભા ધારાસભ્ય જયંતિભાઈ રાઠવા, છોટાઉદેપુર લોકસભા સાંસદ જશુભાઇ રાઠવા, છોટાઉદેપુર જિલ્લા પ્રભારી રમેશભાઈ ઉકાણી, પાવીજેતપુર તાલુકા પંચાયત પ્રમુખ મુકેશભાઈ રાઠવા, પાવીજેતપુર વિધાનસભા પ્રવક્તા કૌશલભાઈ દવે, છોટાઉદેપુર જિલ્લા પ્રમુખ ઉમેશભાઈ રાઠવા, પૂર્વ પ્રમુખ ઉપેન્દ્રભાઈ રાઠવા, પ્રદેશ યુવા મોરચા ઉપાધ્યક્ષ મુકેશભાઈ રાઠવા, પ્રદેશ લઘુમતી મોરચા કારોબારી સભ્ય મુબારકભાઈ ખત્રી, જિલ્લા બક્ષીપંચ મોરચા પ્રમુખ ભગુભાઈ પંચોલી, બોડેલી તાલુકા ભાજપા મહામંત્રી પરિમલભાઈ પટેલ, પાવીજેતપુર તાલુકા પંચાયત પૂર્વ ઉપપ્રમુખ ભરતભાઈ રાઠવા, પાવીજેતપુર તાલુકા મહામંત્રી ચંદ્રસિંહભાઈ કોળી સહિત તાલુકા જિલ્લાના હોદ્દેદારો તેમજ પાવીજેતપુર વિધાનસભામાં સમાવેશ સક્રીય સદસ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
મોહસીન સુરતી, છોટાઉદેપુર

