આદિવાસી સમાજના હજારો લોકોએ લોક નેતા અને ધારાસભ્ય ચૈતર વસાવાને ખભે બેસાડીને તેમનું સ્વાગત કર્યું.
અમે ભીલપ્રદેશ બનાવીને રહીશું અને કેવડિયાને રાજધાની બનાવીશું: ચૈતર વસાવા
સરકારો અમારો વિકાસ કરવા ન જ માંગતી માટે અમારે ભીલ પ્રદેશ બનાવવાની ફરજ પડી છે: ચૈતર વસાવા
જો ભીલપ્રદેશ બનશે તો અમે જાતે આદિવાસી લોકોનો અને આદિવાસી વિસ્તારનો વિકાસ કરી દઈશું: ચૈતર વસાવા
આઝાદીના 78 વર્ષ બાદ પણ આદિવાસી વિસ્તારોમાં શિક્ષકો, ડોક્ટરો, રોડ રસ્તા, હોસ્પિટલો, શાળાઓ નથી, પીવાનું પાણી અને સિંચાઈના પાણીની પણ પૂરતી વ્યવસ્થા નથી: ચૈતર વસાવા
મોહસીન સુરતી છોટાઉદેપુર

