જેતપુર પાવી પોલીસ સ્ટેશન વિસ્તારના મોટી આમરોલ ગામે રોડ ઉપરથી અર્ટીકા ગાડીમાં લઈ જવાતો કિ.રૂ.૪,૩૬,૧૪૭/- નો ભારતીય બનાવટનો વિદેશી દારૂ તથા અર્ટીકા ગાડી મળી કુલ કિ.રૂ.૧૪,૪૩,૦૬૭/- ના મુદ્દામાલને ઝડપી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ છોટાઉદેપુર…
ઇમ્તીયાઝ શેખ પોલીસ અધિક્ષક છોટાઉદેપુર નાઓએ સુચના અને માર્ગદર્શન આપેલ કે દારૂ બંધીના કાયદાનો કડક અમલ થાય તે મુજબ કાર્યવાહી કરવા સારૂ જીલ્લાના તમામ થાણા અધિકારી તથા તમામ શાખા ઇન્ચાર્જ નાઓને પ્રોહીની ગેરકાયદેસર પ્રવુતી/હેરાફેરી સદંતર રીતે નેસ્ત-નાબુદ થાય તે રીતેની સુચના કરેલ…..
જે અન્વયે શ્રી એમ.એફ.ડામોર પોલીસ ઇન્સ્પેકટર લોકલ ક્રાઇમ બ્રાન્ચ છોટાઉદેપુર નાઓના માર્ગદર્શન હેઠળ વિ.એન.તડવી પોલીસ સબ ઇન્સ્પેકટર લોકલ ક્રાઇમ બ્રાન્ચ છોટાઉદેપુર તથા એલ.સી.બી સ્ટાફના પોલીસ માણસોને સુચના આપેલ જે અન્વયે એલ.સી.બી સ્ટાફના પોલીસ માણસો જેતપુર પાવી પોલીસ સ્ટેશન વિસ્તાર પેટ્રોલીંગમાં હતા દરમ્યાન બાતમી હકીકત મળેલ કે, “એક સફેદ કલરની મારુતી સુઝુકી કંપની અર્ટીકા ફોર વ્હિલર મો.સા જેનો આર.ટી.ઓ રજી.નંબર GJ-06-RC-3513 માં એક પુરુષ અને તેની સાથે મહીલા બેસેલ છે તેઓ ગાડીમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ ભરી તેજગઢ થી મોટી અમરોલ, રતનપુર થઇ આગળ તરફ જનાર છે”. જે મળેલ ચોક્કસ બાતમી હકીકત આધારે મોજે મોટી અમરોલ ગામે મોટા ફળીયા બસ સ્ટેશન પાસે રોડની બન્ને સાઇડે થોડા-થોડા અંતરે વોચ નાકાબંધીમાં ગોઠવાય ગયેલ થોડો સમય વોચમાં રહ્યા બાદ ઉપરોક્ત બાતમી હકીકત મુજબની વર્ણન વાળી મારુતી સુઝુકી કંપનીઅર્ટીકા ફોર વ્હિલર ગાડી રોકી કોર્ડન કરી ખાત્રી તપાસ કરતા અર્ટીકા ફોર વ્હિલર ગાડીમાં ચેક કરતા ભારતીય બનાવટનો વિદેશી દારૂની બોટલ ભરેલ ખાખી કલરના પુઠાના બોક્ષ તથા ટીન બીયરની છુટ્ટી બોટલો મળી આવેલ જેથી પકડાયેલ ઇસમો પૈકી અર્ટીકા ફોર વ્હિલર ચાલકનું નામઠામ પુછતા તેને પોતાનું નામ (૧) નરેશભાઇ કમલસિંગ ચૌહાણ ઉ.વ.૩૩ તેની અંગ ઝડતી કરતા રોકડ રકમ રૂ.૧,૯૨૦/- મળી આવેલ તથા (૨) સ્વેતાબેન W/O નરેશભાઈ કમલસિંહ ચૌહાણ ઉ.વ.૨૬ બંન્ને રહે.જી-૧ પ્રેરણા કોમ્પ્લેક્ષ,એસ.આર.પી રોડ, નવાપુરા,વડોદરા શહેર તા.જી.વડોદરા નાઓએ કબ્જાની અર્ટીકા ગાડીમાં ખાત્રી તપાસ કરતા ગાડીમાં ભારતીય બનાવટના વિદેશી દારૂ-બીયર ટીનની કુલ બોટલ નંગ-૯૬૪ ની કુલ કિં.રૂ.૪,૩૬,૧૪૭/- નો પ્રોહી મુદ્દામાલ તથા ઉપરોક્ત પ્રોહી મુદ્દામાલની હેરાફેરીમાં વાપરેલ એક મારુતી સુઝુકી કંપની અર્ટીકા ફોર વ્હિલર ગાડી રજી.નંબર GJ-06-RC-3513 જેની કિ.રૂ.૧૦,૦૦,૦૦૦/- તથા સદરી પકડાયેલ બે ઇસમો પૈકી એક ઇસમની અંગ ઝડતીમાંથી મળી આવેલ રોકડ રુપીયા ૧,૯૨૦-મળી કુલ કિં.રૂ.૧૪,૪૩,૦૬૭/- નો પ્રોહી મુદામાલ કબ્જે કરેલ હોયછે જેથી પ્રોહીનો કેસ શોધી કાઢી જેતપુર પાવી પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.

