દેશના વડાપ્રધાન દ્વારા વર્ષ ૨૦૨૫ સુધી માં ટીબી રોગને નાબૂદ કરવા માટે શરુ કરેલ દેશવ્યાપી “ટીબી મુક્ત ભારત અભિયાન” ઝૂંબેશ અંતર્ગત જન જન સુધી ટીબી રોગ વિશે લોકો માં જાગૃતતા લાવવા માટે આજે જિલ્લા ક્ષય કેન્દ્ર છોટાઉદેપુરના STS મનહરભાઈ વણકર અને જિલ્લા કોઓડિનેટર અને ટીબી એચ આઈ વી.સુપરવાઈઝર વાલસિંગભાઈ રાઠવા દ્વારા ઉત્તર બુનિયાદી ઉચ્ચતર માધ્યમિક આશ્રમશાળા ચિચોડ તેમજ સ્વ. રાજીવ ગાંધી આશ્રમશાળા રોજકૂવા છોટાઉદેપુર ખાતે જન જાગ્રુતિ કાર્યક્રમ યોજાયો.
આ સાથે છોટાઉદેપુર તાલુકા હેલ્થ અધિકાર ડો.મનહરભાઈ રાઠવાના સહયોગથી અને મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી અને જીલ્લા ક્ષય અધિકારીના માર્ગદર્શન હેઠળ અને ઉત્તર બુનિયાદી ઉચ્ચતર માધ્યમિક શાળાના આચાર્ય ચંપકભાઈ વી પરમાર તથા મનહર ભાઈ કતારિયા તેમજ સ્વ.રાજીવ ગાંધી આશ્રમ શાળા રોજકૂવાના આચાર્ય આચાર્ય અલસિંગભાઈ રાઠવા તેમજ ઈન્ચાર્જ આચાર્ય
ધવલભાઈ ચૌહાણ તથા તમામ શિક્ષકગણના સહકારથી આ કાર્યક઼મ યોજાયો.
કોઈપણ વ્યકિત માં ટીબી રોગના લક્ષણોની મફત તપાસ અને સારવાર , નિક્ષય પોષણ સહાય યોજના સહિત ની આરોગ્ય વિભાગ દ્વારા મળતી નિઃશુલ્ક સરકારી સેવાઓ વિશે માહિતી અને જરુરી જાણકારી સાદી સરળ ભાષામાં માધ્યમિક શાળાના વિધ્યાર્થીઓને સમજાવવામાં આવ્યું
લોકો ને નિયમિત મફત અને તરત સારવાર મળી રહે અને લોકો તેનો સહેલાઈથી લાભ લઇ શકે તે હેતુથી જાણકારી આપવામાં આવી હતી. દેશના માનનીય વડાપ્રધાન દ્વારા વર્ષ ૨૦૨૫ સુધી માં ટીબી રોગને નાબૂદ કરવા માટે શરુ કરેલ દેશવ્યાપી “ટીબી મુક્ત ભારત અભિયાન” ઝૂંબેશ અંતર્ગત જન જન સુધી ટીબી રોગ વિશે લોકો માં જાગૃતતા લાવવા માટે આજે જિલ્લા ક્ષય કેન્દ્ર છોટાઉદેપુર તરફથી આ કાર્યક્રમ યોજાયો. ટીબીની સારવાર લેતા દર્દીઓ ઉપરાંત કોઈપણ વ્યકિત માં ટીબી રોગના લક્ષણો જેવા કે, બે અઠવાડિયાથી ખાંસી આવવી. ગળફાંમા લોહી આવવું.
વજન ધટવું. ઝીણો ઝીણો તાવ આવવો.
થાક લાગવો.
રાત્રે પરસેવો થવો.
આવા લક્ષણો હોય તો બે ગળફાની તપાસ કરાવવી અને મફત સારવાર , ઉપરાંત નિક્ષય પોષણ સહાય યોજના સહિત ની આરોગ્ય વિભાગ દ્વારા મળતી નિઃશુલ્ક સરકારી સેવાઓ વિશે જરુરી જાણકારી સાદી સરળ ભાષામાં લોકોને તેનો સહેલાઈથી લાભ લઇ શકે તે હેતુથી જાણકારી આપવામાં આવી હતી.
લાભાર્થીને મળતા લાભો વિષે જાણકારી આપનાર છોટાઉદેપુરના સિનિયર ટી઼ટમેન્ટ સુપરવાઈઝરશ્રી મનહરભાઈ વણકર પાલસંડા PHC ના સુપરવાઈઝરશ્રી દલસુખભાઈ રાઠવા તેમજ આરોગ્ય કર્મચારી મુકેશભાઇ રાઠવા તેમજ CHO વિગેરે આરોગ્ય કર્મચારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.

