Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

મોબાઇલ સ્નેચીંગના આરોપીને ગણતરીના કલાકોમાં પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરતી કુંભારવાડા પોલીસ ટીમ

વડોદરા શહેરના માનનીય પોલીસ કમીશ્નરશ્રી નરસિમ્હા કોમાર સાહેબ તથા અધીક પોલીસ કમીશ્નરશ્રી ડો.લીના પાટીલ સાહેબ તથા નાયબ પોલીસ કમીશ્નરશ્રી પન્ના મોમાયા સાહેબ ‘ઝોન ૦૪ વડોદરા શહેર તથા મદદનીશ પોલીસ કમીશ્નરશ્રી એમ.પી ભોજાણી સાહેબ જી ડીવીજન વડોદરા શહેરનાઓના માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટેશન વિસ્તારમાં બનતા મિલકત સંબંધી ગુના તથા ચોરીના આરોપી તથા મુદ્દામાલ શોધી કાઢવા તેમજ નાસ્તા ફરતા આરોપીઓની તપાસ સારુ પોલીસ ઈન્સ્પેકટર એ.જે.પાંડવ તથા સે.પો.ઇન્સ બી.આર.ગોડ કુંભારવાડા પોલીસ સ્ટેશનનાઓની સીધી દોરવણી હેઠળ કુંભારવાડા સ્ટાફના માણસો પો.સ્ટે વિસ્તારમાં ટેકનિકલ અને હ્યુમન સોર્સીસ આધારે તપાસમાં હતા તે દરમ્યાન અહે.કો ભગીરથસિંહ સુરુભા બ.નં.૩૦૮૦ તથા અ.હે.કો લાલજીભાઇ ભરતભાઈ બ.નં.૯૧૪ નાઓને સંયુકત બાતમી રાહે બાતમી હકીકત મળેલ કે, તા.૩૧/૦૭/૨૦૨૫ ના ક.૧૬/૩૦ વાગ્યાના અરસામાં મોજે-ફતેપુરા ચાર રસ્તા મઈન રોડ ધુળધોયાવાડ મસ્જીદની બાજુમાં આવેલી દુકાનથી મોબાઈલ ઝુટવી ચોરી કરેલ ઇસમને વિજયનગર ત્રણ રસ્તા પાસેથી પકડી કાયદેસરની કાર્યવાહી કરી અત્રેના કુંભારવાડા પોસ્ટે ગુ.ર.નં-૧૧૧૯૬૦૪૨૨૫૦૧૫૪/૨૫ ભારતીય ન્યાય સહિતા ૨૦૨૩ ની કલમ ૩૦૪ મુજબનો ગુનો ડિટેક્ટ કરેલ છે.

♦ પકડાયેલ આરોપીનું નામ-સરનામાં

♦ હિમેશ અતુલભાઇ પરમાર ઉ.વ.૧૯ રહે, યાકુતપુરા પટેલ ફળીયા ૦૧ ની પાસે ગોકુલધામ બિલ્ડીગની બાજુમાં વડોદરા શહેર

  • આરોપી પાસેથી કબજે કરેલ મુદ્દામાલ :-

વી.વો. કંપનીનો મોબાઈલ જેની કિંમત રૂપિયા ૮૦૦૦/-

  • કામગીરી કરનાર અધીકારી/કર્મચારી- (૧) પો.ઈન્સ. એ.જે.પાંડવ (૨) સે.પો.ઈન્સ.બી.આર.ગોડ (૩) પો.સબ ઇન્સ વાય.ડી.ગામીત (૪) એ.એસ.આઈ નુરમહમદ નાસીરખાન બ.નં.૨૪૪૧ (૫) અ.હે.કો. દિનેશભાઇ મનસુખભાઇ બ.નં-૩૨૧૫ (૬) અ.હે.કો. ભગીસ્થસિંહ સુરુભા બ.નં.૩૦૮૦ (૭) અ.હે.કો રાહુલકુમાર ઇશ્વરભાઇ બ.ન.-૨૨૮ (૮) અ.હે.કો લાલજીભાઇ ભરતભાઈ બ.નં.૯૧૪ નાઓએ કામગીરી કરેલ છે

Related posts

પી.એમ. શ્રી વણાદરા પ્રાથમિક શાળામાં “My School Trade Fair 2026”નું ભવ્ય આયોજન

admin

રેશનકાર્ડના કામ માટે ગયેલા માણસને કહેવાયું સિસ્ટમમાં તમે મૃત વ્યક્તિ છો

admin

ચેતન બાલવાડીના વિદ્યાર્થીઓની એમ.એસ.યુ. ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સની શૈક્ષણિક મુલાકાત

admin

Leave a Comment