40.7 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
છોટાઉદેપુર જિલ્લો

પાનવડ પોલીસ સ્ટેશન વિસ્તારના ખાટીયાવાંટ ચોકડી રસ્તા ઉપરથી બે મોપેડ માંથી કિં.રૂ.૨.૫૨,૪૫૫/- નો ભારતીય બનાવટનો વિદેશી દારૂ ઝડપી પાડતી છોટાઉદેપુર લોકલ ક્રાઇમ બ્રાન્ચ….

ઇમ્તીયાઝ શેખ પોલીસ અધિક્ષક છોટાઉદેપુર નાઓએ સુચના અને માર્ગદર્શન આપેલ કે દારૂ બંધીના કાયદાનો કડક અમલ થાય તે મુજબ કાર્યવાહી કરવા જીલ્લાના તમામ થાણા અધિકારી તથા તમામ શાખા ઇન્ચાર્જ નાઓને પ્રોહીની ગેરકાયદેસર પ્રવુતી હેરાફેરી સદંતર રીતે નેસ્ત-નાબુદ થાય તે રીતેની સુચના કરેલ……

જે અન્વયે વી.એસ.ગાવીત પોલીસ ઇન્સ્પેક્ટર એલ.સી.બી છોટાઉદેપુર નાઓ એલ.સી.બી સ્ટાફના પોલીસ માણસોને સુચના કરેલ જે અન્વયે સ્ટાફના પોલીસ માણસો પાનવડ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન ખાનગી બાતમી હકીકત મળેલ જે હકીકત આધારે ખાટીયાવાંટ ચોકડી રસ્તા ઉપરથી બે મોપેડમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ કિં.રૂ.૨,૫૨,૪૫૫/- નો મુદામાલ તથા દારૂની હેરાફેરી કરવા ઉપયોગમાં લીધેલ બે મોપેડને પકડી પાડેલ હોય જેથી પ્રોહીનો ગણનાપાત્ર કેશ શોધી કાઢી આરોપી પ્રવીણભાઇ નારસીંગભાઇ રાઠવાને ઝડપી પાડી પાનવડ પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.

મોહસીન સુરતી છોટાઉદેપુર

Related posts

કવાંટ તાલુકાના બૈડીયા, રૂમડીયા અને કરજવાંટ હાઇસ્કૂલ ખાતે ટીબી જનજાગૃતિ કાર્યક્રમો યોજાયા

admin

છોટાઉદેપુરમાં આવેલ કુસુમ સાગર તળાવની સાફ સફાઇ કરવામાં આવતા નગરજનોમાં ખુશી સાથે આનંદ જોવા મળ્યો

admin

છોટાઉદેપુર નગરમાં આવેલ નારાયણ સ્કૂલ ખાતે જિલ્લા કક્ષાની ચેસ સ્પર્ધા યોજાઇ

admin

Leave a Comment