43.6 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
છોટા ઉદેપુરછોટાઉદેપુર જિલ્લો

ઝોઝ પોલીસ સ્ટેશન વિસ્તારના રીંછવેલ ગામ તરફ આવતા કાચા રસ્તા ઉપરથી બોલેરો ગાડીમાંથી કિંપ.રૂ.૫૭૨૧૬૦/- નો ભારતીય બનાવટનો વિદેશી દારૂ ઝડપી પાડતી છોટાઉદેપુર લોકલ ક્રાઇમ બ્રાન્ચ….

ઇમ્તીયાઝ શેખ પોલીસ અધિક્ષક છોટાઉદેપુર નાઓએ સુચના અને માર્ગદર્શન આપેલ કે દારૂ બંધીના કાયદાનો કડક અમલ થાય તે મુજબ કાર્યવાહી કરવા જીલ્લાના તમામ થાણા અધિકારી તથા તમામ શાખા ઇન્ચાર્જ નાઓને પ્રોહીની ગેરકાયદેસર પ્રવુતી હેરાફેરી સદંતર રીતે નેસ્ત-નાબુદ થાય તે રીતેની સુચના કરેલ……

જે અન્વયે વી.એસ.ગાવીત પોલીસ ઇન્સ્પેક્ટર એલ.સી.બી છોટાઉદેપુરનાઓ એલ.સી.બી સ્ટાફના પોલીસ માણસોને સુચના કરેલ જે અન્વયે સ્ટાફના પોલીસ માણસો ઝોઝ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન ખાનગી બાતમી હકીકત મળેલ જે હકીકત આધારે રીછવેલ ગામ તરફ આવતા કાચા રસ્તા ઉપરથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ કિં.રૂ.૫,૭૨,૧૬૦/- નો મુદામાલ તથા દારૂની હેરાફેરી કરવા ઉપયોગમાં લીધેલ બોલેરો ફોર વ્હીલર ગાડીને સાથે આરોપી રાજેશભાઇ ઉર્ફે રાજુ પ્રભાતભાઈ રાઠવા પકડી પાડેલ હોય જેથી પ્રોહીનો ગણનાપાત્ર કેશ શોધી કાઢી ઝોઝ પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.

મોહસીન સુરતી છોટાઉદેપુર

Related posts

ચાર વર્ષ અગાઉ જર્જરીત બનતા શાળાનું બિલ્ડીંગ તોડી પાડવામાં આવ્યું હતું પરંતુ આજદિન સુધી નવી બિલ્ડીંગ ન બની

admin

છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના નનુપુરાથી પાલસર ચોકડીના રસ્તા ઉપર પસાર થતી કેનાલમાં મોટું ગાબડું

admin

આદિવાસી વિસ્તારોની સરકારી ઓફિસોમાં એક કલાક સુધી લંચ બ્રેક

admin

Leave a Comment