છોટાઉદેપુર નગરપાલિકા કચેરીના અગત્યના જુના રેકોર્ડ અજાણ્યા ઇસમો દ્વારા તળાવમાં નાખી દેવામાં આવ્યા હોવાની ઘટના સામે આવી છે. નગર પાલિકાએ તપાસ હાથ ધરી છે.
છોટાઉદેપુર કુસુમ સાગર તળાવ કિનારે આવેલી જૂની નગરપાલિકાની કચેરી જેના અંદર અગત્યના જુના દસ્તાવેજો પોટલા બાંધેલી હાલતમાં મૂકવામાં આવ્યા હોય જે દસ્તાવેજો કોઈ અજાણ્યા ઈસમો દ્વારા ગતરોજ તળાવમાં નાખી દેવામાં આવ્યા હતા. આ દસ્તાવેજ કોણે તળાવમાં નાખ્યા તે હજુ સુધી જાણવા મળ્યું નથી. કુસુમ સાગર તળાવ કિનારે આવેલી જૂની નગરપાલિકાની કચેરી જેની અંદર વર્ષો જૂના અગત્યના રેકોર્ડ પોટલા બાંધીને મૂકી રાખવામાં આવ્યા હતા. જ્યારે કબાટો અને તિજોરીઓ પણ આ કચેરીમાં ધૂળ ખાતી હતી. પરંતુ ગતરોજ કોઈક અજાણ્યા ઇસમો દ્વારા આ જુના રેકોર્ડને તળાવમાં નાખી દેવામાં આવ્યા છે. જ્યારે કબાટો પણ ખુલ્લા જોવા મળ્યા હતા. છોટાઉદેપુર નગરપાલિકા કચેરી નું નવું બિલ્ડીંગ બની જતા સંપૂર્ણ કચેરીનો વહીવટ નવા બિલ્ડિંગમાં કરવામાં આવી રહ્યો છે. જ્યારે જૂની બિલ્ડીંગ ધૂળ ખાઈ રહી છે. અને જર્જરીત હાલતમાં છે. જે જૂની બિલ્ડીંગ માં જૂનો સામાન અને જૂના દસ્તાવેજ રેકોર્ડ કચેરીમાં પડી રહ્યો હતો. જે કોઈ અજાણ્યા ઈસમ દ્વારા કુસુમ સાગર તળાવમાં નાખી દેવામાં આવ્યો છે.
જ્યારે આ બાબતે નગરપાલિકા ચીફ ઓફિસર ભાવિનભાઈ બરજોડે જણાવ્યું હતું કે ગતરોજ નગરપાલિકાના અગત્યના દસ્તાવેજ કોઈ અજાણ્યા ઈસમો દ્વારા કુસુમ સાગર તળાવમાં નાખી દેવામાં આવ્યા છે. જે ખૂબ ગંભીર બાબત છે. આ અંગે નગરપાલિકા દ્વારા પંચ ક્યાસ કરવામાં આવ્યો હતો. અને પોલીસ ફરિયાદ કરવામાં આવશે. અને આ કૃત્ય કરનારા વિરુદ્ધ કાયદેસર કડક કાર્યવાહી કરવામાં આવશે. તેમ જણાવ્યું હતું.

