ચોટીલામાં NMEO-OS યોજના અંતર્ગત ખેડૂતોને મગફળીનું બિયારણ મળી રહે તેવી યોજનામાં ચોટીલા તાલુકાના 9 જેટલા ગામનો સમાવેશ કરવામાં આવ્યો હતો. જેમાં બિયારણનું ફોર્મ ભરી અને ખેડૂતોને બિયારણ આપવામા આવતું હતું. તમને જણાવી દઈએ કે ખેડૂતોને યોજના દરમિયાન 1 એકર દીઠ 20 કિલો મગફળીનું બિયારણ મફતમાં આપવામાં આવતું હતું. ચોટીલા તાલુકાના 100 જેટલા ખેડૂતો આજે ઓનલાઈન ફોર્મ ભરી અને મગફળીનું બિયારણ લેવા પહોંચ્યા હતા પણ બિયારણ ન મળતા હોબાળો મચાવ્યો હતો.
આ સમગ્ર બાબતે રજુઆત કરવા ખેડૂતો પ્રાંત કચેરી ખાતે પહોંચી અને ધરણા પર બેસી ગયા હતા. આ સમગ્ર બનાવને લઈને મામલતદાર દ્વારા ખેડૂતોની વ્યથા સાંભળી અને તાત્કાલિક ધોરણે નિરાકરણ મળે તેવી બાંયેધરી આપવામાં આવી હતી. બ્યુરો રિપોર્ટ મહેશભાઈ ખવડ ચોટીલા

