Genius Daily News
ચુડાસુરેન્દ્રનગર જિલ્લો

૭૮માં સ્વતંત્રતા પર્વ નિમિત્તે ક્રાંતિવીર સરદારસિંહ રાણાનાં વતનમાં ભવ્ય ઉજવણી કરવામાં આવી.

૭૮માં સ્વતંત્રતા દિવસ પર ક્રાંતિવીર સરદારસિંહ રાણાનાં વતન ચુડાનાં કંથારીયા ખાતે લીંબડી પ્રાંત અધિકારી કુલદીપ દેસાઈનાં અધ્યક્ષસ્થાને સ્વતંત્રતા દિવસની તાલુકા કક્ષાની ઉજવણી કરાઇ હતી.

સવારે ૦૯:૦૦ વાગ્યે પ્રાંત અધિકારી કુલદીપ દેસાઈનાં વરદહસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું.

કાર્યક્રમમાં વિવિધ સ્કૂલો અને સાંસ્કૃતિક જૂથો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમની પ્રસ્તુતિ કરવામાં આવી હતી.તાલુકા કક્ષાએ વિશિષ્ટ યોગદાન આપનાર કર્મચારીઓ,વ્યક્તિ સંસ્થાઓનું બહુમાન ઉપસ્થિત મહાનુભાવોનાં હસ્તે કરવામાં આવ્યું હતું.

કાર્યક્રમનાં અંતે પ્રાંત અધિકારી તથા ઉપસ્થિત મહાનુભાવોના વરદ હસ્તે વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે પ્રાંત અધિકારી કુલદીપ દેસાઈ, ચુડા મામલતદાર વાય.એચ.પરમાર,ચુડા પીએસઆઈ એચ.એચ.જાડેજા,ચુડા રેન્જ ફોરેસ્ટ ઓફિસર વિજયસિંહ ગઢવી,ચુડા ટીડીઓ ટમાલીયાભાઈ,તથા મોટી સંખ્યામાં યુવાનો, અને દરેક સરકારી કચેરીનાં કર્મચારીઓ, અને શાળાનાં બાળકો ઉપસ્થિત રહ્યાં હતાં.

રિપોર્ટર : ભરતસિંહ પરમાર, ચુડા

Related posts

ચુડા તાલુકાનાં રામદેવગઢ ગામે શાળા પ્રવેશોત્સવની ઉજવણી કરાઈ

admin

સુરેન્દ્રનગરનાં ચુડા ખાતે ભાજપનાં નવનિયુક્ત હોદ્દેદારોને સન્માનિત કરાયાં

admin

સુરેન્દ્રનગરનાં લીંબડીમાં આગ લાગતાં લાખો રૂપિયાનો બીટી કપાસનો જથ્થો બળીને ભસ્મીભૂત થઈ ગયો

admin

Leave a Comment