36.9 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 26, 2026
Genius Daily News
ચુડાસુરેન્દ્રનગર જિલ્લો

ચુડા તાલુકાનાં રામદેવગઢ ગામે શાળા પ્રવેશોત્સવની ઉજવણી કરાઈ

ચુુડા નાયબ મામલતદાર મધુબેનની ઉપસ્થિતિમાં આંગણવાડી,બાલવાટિકા તેમજ ધોરણ-૧માં પ્રવેશપાત્ર બાળકોને પ્રવેશ અપાવ્યો હતો.
આ પ્રસંગે દીપ પ્રાગટ્ય કરી સાંસ્કૃતિક કાર્યક્રમ અંતર્ગત મુખ્ય મહેમાનોનાં સ્વાગત ત્યારબાદ અભ્યાસમાં અગ્ર ક્રમાંક પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓને સન્માનિત કરાયા હતા.ત્યારબાદ શાળાનાં બાળકોએ પોતાનાં વક્તવ્યમાં કન્યા કેળવણી પર ભાર મુકીને પોતાના વિચારો રજુ કર્યાં હતાં.અને સરકાર તરફથી મળતાં લાભો વિશે માહિતી આપી ગ્રામજનોને જાગૃત કરી માર્ગદર્શન અપાયું હતું.
આ સમયે દાતાઓનું સ્વાગત કરવામાં આવ્યું હતું.કાર્યક્રમને અંતે શાળાનાં પ્રટાગણમાં વૃક્ષારોપણ કરાયું હતું.
આ કાર્યક્રમમાં સરપંચ રામદેવસિંહ કાઠિયા તથા શાળાનાં આચાર્ય તેમજ સી.આર.સી પદાધિકારીઓ,સદસ્યો, શાળાનાં શિક્ષકો,વિદ્યાર્થીઓ તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

Related posts

ચુડા તાલુકા પંચાયતનાં પ્રમુખ રજા ઉપર ઉતરતાં નવા પ્રમુખની વરણી કરવામાં આવી.

admin

સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ માં smc દ્વારા રેડ કરવામાં આવી

admin

શિયાળાની ૠતુમાં કડકડતી ઠંડીમાં વહેલી સવારથી જ જનસેવા કેન્દ્રોની બહાર વાલીઓ તથા વિદ્યાર્થીઓ આધારકાર્ડ અપડેટ માટે વલખાં મારી રહ્યા છે

admin

Leave a Comment