Genius Daily News
ડભોઈવડોદરા જિલ્લો

ડભોઇ નગરમાં પાણીજન્ય રોગ ચાળાનો વકરતો વાવર

દૂષિત પાણી તેમજ ગટરના ઉભરાતા પાણીના પરિણામે ઝાડા ઉલટી અને રોગચાળાની સ્થિતિ

લોકો રોગચાળાનો ભોગ બની રહ્યા હોય શાસક સાથે વિપક્ષ પણ મૌન મુદ્રામાં

મુખ્ય જિલ્લા અધિકારી ની સૂચના મુજબ તા. 2 થી 14 ઓગસ્ટ સુધી તાલુકા આરોગ્યની ટીમે નગરમાં હાથ ધરી હતી કાર્યવાહી

એક તરફ તાલુકા આરોગ્ય અધિકારીના જણાવ્યા મુજબ

નગરમાં પાણીના ત્રણ સેમ્પલ માંથી બે પાણીના સેમ્પલ બીન પીવા લાયક હોવાના આવ્યા હતા રિપોર્ટ

ગટર ડ્રેનેજ 21 સ્થળે લીકેજ તેમજ 5 સ્થળે પીવાના પાણીની લાઈન લીકેજ મળી આવી હતી

છેલ્લા 12 દિવસમાં ઝાડાના 62 કેસ તેમજ ઝાડા ઉલટી ના 20 કેસ નોંધાયા

જેમાંથી ઝાડા ઉલટી ના 10 દર્દીઓને વડોદરા એસએસજી હોસ્પિટલમાં રીફર કરાયા

ડભોઇ સીએચસી ખાતે 48 દર્દીઓ ને સારવાર અપાઇ

જ્યારે તાલુકા આરોગ્ય તંત્ર દ્વારા 24 લોકોને ઘરમાં જ સારવાર આપી નગરમાં ક્લોરિન ટેબલેટનું કરાયું છે વિતરણ

તો બીજી તરફ નગરપાલિકા પ્રમુખે જણાવ્યું

નગરમાં પોલીસ સ્ટેશન પાસેની રાઈઝીંગ લાઈન તૂટી ગઈ હતી જેના સમારકામમાં દસ દિવસ જેટલો સમય લાગ્યો હતો

જેથી બંધ પડેલા પાંચ પંપીંગ સ્ટેશન ચાલુ થઈ જવાથી ઉભરાતી ગટરો અને લીકેજ સમસ્યાનો ઉકેલ આવ્યો છે

સાથે જ નગરમાં ફેલાયેલા રોગચાળા બાબતે આરોગ્ય વિભાગ દ્વારા કોઈ જ કમ્પ્લેન મળી ન હોવાનો લૂલો બચાવ કર્યો હતો

Related posts

ખુલ્લે આમ તલવાર વડે યુવક પર હુમલો કરનાર આરોપીઓનો પાણીગેટ પોલીસે વરઘોડો કાઢ્યો

admin

હિન્દી સિનેમા જગતના મહાનગાયક મહમદ રફી સાહેબના 100માં જન્મદિવસ ઉપલક્ષમાં વૃંદા મ્યુઝિકલ ઇવેન્ટ્સ દ્વારા કમાટીબાગ સ્થિત એમ પી થિયેટર ખાતે ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવી

admin

સાઈ શક્તિ સેવા ગ્રુપ દ્વારા શ્રી બળિયાદેવ મંદિરે સત્યનારાયણ દેવની કથાનું આયોજન

admin

Leave a Comment