વડોદરા શહેરના પાણીગેટ વિસ્તારમાં આવેલા કહાર મહોલ્લામાં રહેતા હિતેષભાઈ રાજારામ કહારે પાણીગેટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જેને લઇ આરોપીની અટકાયત કરવામાં આવી…
વડોદરા શહેરમાં માથાભારે શખ્સો ખુલ્લેઆમ જાહેરમાં તલવાર વડે હુમલો કર્યો હોવાની ઘટના સામે આવી છે. જેમાં યુવકે પોતાના સ્વબચાવમાં તલવાર પકડી લેતા તેને હાથમાં ગંભીર ઇજા પહોંચી હતી. આ મામલે પોલીસે ગુનો નોંધી હુમલાખોરોને ઝડપી પાડયા હતા અને આજ રોજ તમામ આરોપીનો પાણીગેટ પોલીસે વરઘોડો કાઢ્યો હતો

