વડોદરાની વારસિયા પોલીસે હદ વિસ્તારમાં આવેલી સિંધુ પાર્ક સોસાયટીમાં રેડ કરતા ચોંકી ઉઠી હતી. 15 જેટલી મહિલાઓ ઝડપાઈ હતી.પોલીસે સ્થળ પરથી એક લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબ્જે કરી આગળની કાર્યવાહી હાથધરી છે.
વડોદરા શહેરના વારસિયા વિસ્તારમાં આવેલી નિકીબેન હરેશકુમાર મનવાણી પોતાના આર્થિક ફાયદા અનુસાર મકાનમાં જુગારધામ ચલાવે છે.જે ચોક્કસ માહિતીને આધારે પોલીસે રેડ કરી હતી.રેડ કરતા પોલીસ પણ આશ્ચર્યજનક પરિસ્થિતિમાં મુકાઈ ગઈ હતી. આ રેડમાં સારા ઘરની 15 જેટલી યુવતીઓ મહિલાઓ જુગાર રમતા રંગેહાથ ઝડપાઈ ગઈ હતી. પોલીસે સ્થળ પરથી 15 મહિલાઓની અટકાયત કરી હતી.જ્યારે મકાનમાંથી 13 મોબાઈલ , રોકડ મળી 1,03,050 ની કિંમતનો મુદ્દામાલ કબ્જે કરી આગળની કાર્યવાહી હાથધરી છે.

