વડોદરા શહેર માંજલપુર વિસ્તારમાં આવેલ લીટર ફ્લાવર શાળાના બાળકો દ્વારા પ્રકૃતિ અને વાતાવરણ પર પ્રોજેક્ટ પ્રદર્શન કર્યું. વડોદરા શહેર માંજલપુર વિસ્તારમાં આવેલ લીટર ફ્લાવર શાળાના બાળકો દ્વારા આજે ફુલ પર પ્રોજેક્ટ બનાવી પ્રદર્શન કર્યું હતું સાથે બાળકો દ્વારા ત્રણેય ઋતુ નું શું મહત્વ પર પ્રોજેક્ટ પ્રદર્શન કરશે. અને સિનિયર કેજીના બાળકો દ્વારા પર્યાવરણ ને બચાવો સાથે વૃક્ષારોપણ કરવું ખૂબ જ મહત્વનો વિષય બની ગયો છે. આપણે જોઈ રહ્યા છે કે ગ્લોબલ વોર્મિંગ ને લઈને અનેક ફેરફારો વાતાવરણમાં જોવા મળી રહ્યા છે લિટર ફ્લાવર્સ શાળાના બાળકો દ્વારા ખૂબ જ સુંદર વિષય પર પ્રદર્શન કર્યું હતું અને આવનારી પેઢી માટે પર્યાવરણ ખૂબ જ જરૂરી છે જેને લઈને વૃક્ષારોપણ નો પણ મહત્વ સમજાવવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં શાળાના બાળકો સાથે શિક્ષકો અને આચાર્ય પણ ઉપસ્થિત રહ્યા હતા

