43.1 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 26, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વડોદરાના આજવા રોડ પર મહાવીર હોલ ચાર રસ્તા પાસે અર્શ પ્લાઝાનું ફાયર NOC નકલી નીકળી

શહેરના આજવા રોડ પર મહાવીર હોલ ચાર રસ્તા પાસે અર્શ પ્લાઝા નામના કોમર્શિયલ કોમ્પ્લેક્ષમાં આગ લાગવાની ઘટના સામે આવી હતી. જેમાં તેનું વિજ જોડાણ કાપી નાંખવામાં આવ્યું હતું. તે બાદ ફરી વિજ જોડાણ મેળવવા માટે ફાયર બ્રિગેડની પરવાનગી માટે ફાઇલ મોકલવામાં આવી હતી. જેના ડોક્યૂમેન્ટ્સ તપાસતા એનઓસી બોગસ હોવાનું ફલિત થયું હતું. જેમાં તત્કાલિન ઇન્ચાર્જ ફાયર ઓફિસર નીકુંજ આઝાદની સહી હતી. આ ઘટના સપાટી પર આવતા હાલના ચીફ ફાયર ઓફિસર મનોજ પાટીલ દ્વારા રેકોર્ડની ચકાસણી કરવામાં આવી હતી. જેમાં આ પ્રકારે કોઇ પણ નોટીસ ઇશ્યુ કરવામાં નહીં આવી હોવાનું ખુલ્યું હતું.

મારા નામે બોગસ ફાયર એનઓસી ફરતી થઇ

આ અંગે હાલના ફાયર ઓફિસર મનોજ પાટીલે મીડિયાને જણાવ્યું કે, આગની ઘટના બાદ ફરી વિજ પુરવઠો મેળવવા માટે ફાઇલ ફાયર બ્રિગેડમાં આવી હતી. જેમાં રજુ કરવામાં આવેલી ફાયર એનઓસી બોગસ હોવાનું જણાઇ આવ્યું હતું. આ અંગે અર્શ પ્લાઝાના સંચાલકોને નોટીસ આપીને ખુલાસો પુછવામાં આવ્યો છે. આ અંગે તત્કાલિન ઇન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર નિકુંજ આઝાદે મીડિયાને જણાવ્યું કે, મારા નામે બોગસ ફાયર એનઓસી ફરતી થઇ હોવાનું ધ્યાને આવ્યું હતું. આ અંગે મેં ઉચ્ચ અધિકારી સાથે ચર્ચા કરીને રાવપુરા પોલીસ મથકમાં અરજી આપી છે.

Related posts

શ્રી રામેશ્વર સાંઈનાથ મંદિર દ્વારા છેલ્લા 25 વર્ષથી મહાયજ્ઞ, મહા આરતી અને મહા પ્રસાદી નુ આયોજન

admin

વડોદરામાં સંગમ સૌરાષ્ટ્રનો માધવપુર ગેરનો મેળો યોજાવા જઈ રહ્યો છે જેને લઈને પાલિકાની બડી કચેરી ખાતે બેઠક મળી

admin

વડોદરાના મહેમાન બનેલા બે-બે વડાપ્રધાનનોનું લક્ષ્મી વિલાસ પેલેસ ખાતે ભોજન વ્યવસ્થા

admin

Leave a Comment