41.1 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 26, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

ગોડાઉન પર દારૂના કટીંગ સમયે જ PCB કર્યું હલ્લા બોલ હરીયાણામાં એક્સાઇઝના ગુનામાં વોન્ટેડ બુટલેગર નીલુ સિંધી ઝડપાયો

વડોદરા શહેરમાં એક અંદાજા મુજબ કરોડો રૂપિયાનો દારૂનો ગેરકાયદે વેપલો ચાલી રહ્યો છે. તેવામાં છેલ્લા ઘણા સમથી દારૂના ધંધામાં પોતાનું સામ્રાજ્ય જમાવી બેઠેલા નીલુ સિંધીના માથે કેટલાક વહીવટદારના ચાર હાથ હોવાથી એ બેફામ ધંધો ચલાવતો હતો. થોડા સમય પહેલા હરીયાણામાં તેની સામે એક્સાઇઝ ચોરીનો ગુનો નોંધાયો હતો. ત્યારે લીકર કીંગ નીલુ સિંધીને આજે તેના ઘરેથી દબોચી લેવામાં આવ્યો હતો. બીજી તરફ ખોડીયારનગર સ્થિત કાલુ ટોપીના ગોડાઉન પર દારૂની કટીંગ ચાલી રહ્યો હતું, એજ સમયે પીસીબીની ટીમ ત્રાટકતાદારૂનો જથ્થો પણ જપ્ત કરાયો હોવાની પ્રાથમિક માહિતી મળી રહીં છે. આ બનાવમાં હરીયાણા પોલીસ અને વડોદરા પી.સી.બીએ સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું છે.

શહેરમાં ચાલતા બેફામ દારૂના ધંધામાં ઝંપલાવવા માટે જેલમાંથી છુટેલા અલ્પુ સિંધીએ પણ પોતાની ગેંગ બનાવી તેના હરીફો સામે બાયો ચઢાવતા ગેંગવોર શરૂ થયો છે. ત્યારે લીકર કીંગ બની બેઠેલે નીલેશ નાથાણી ઉર્ફે નીલુ સિંઘી દારૂના ગેરકાયદે ધંધમાં પોતાની પકડ જમાવી બેઠો હતો. વડોદરામાં અન્ય રાજ્યમાંથી દારુ ઠાલવવો સહેલો છે. ત્યારે આ બુટલેગરો દ્વારા હરીયાણા, પંજાબ, મધ્ય પ્રદેશ જેવા અન્ય રાજ્યોમાં પોતાના દારૂના ઠેકા અને ગોડાઉન ધરાવતા હોવાની માહિતી છે.

આ દારૂના ઠેકા અને ગોડાઉન થકી તેઓ મોટા માર્જીન સાથે વડોદરામાં દારૂનો જથ્થો ઠાલવી કમાણી કરતા હોય છે. આ દરમિયાન નીલુ સિંધી સામે હરીયાણામાં એક્સાઇઝ ચોરીનો ગુનો નોંધાયો હતો. જેથી છેલ્લા કેટલાય સમયથી તે હરીયાણા પોલીસના ચોપડે વોન્ટેડ હતો. થોડા સમય પહેલા પણ નીલુને પકડવા માટે હરીયાણા પોલીસ વડોદરા પહોંચી હતી. પરંતુ એ સમયે તેમને સફળતા મળી ન હતી. તેવામાં આજે ફરી એક વખત હરીયાણા પોલીસ નીલુની શોધમાં વડોદરા આવી પહોંચી હતી. જ્યાં વડોદરા પોલીસની પીસીબી ટીમને સાથે રાખી તપાસ કરતા નીલુને તેના ઘરેથી જ દબોચી લેવાયો હતો.

દરમિયાન ખોડીયારનગર સ્થિતિ ગોડાઉન પર દારૂનું કટીંગ ચાલી રહ્યું હોવાની બાતમીના આધારે પીસીબીની ટીમે દરોડો પાડતા મોટી માત્રમાં દારૂના જથ્થા સાથે ચારથી પાંચ શખ્સોની અટકાયત કરી છે. પોલીસની પ્રાથમિક પુછતાછમાં દારૂનો જથ્થો બુટલેગર કાલુ ટોપીનો હોવાનું જાણવા મળી રહ્યું છે.

Related posts

ક્રાઇમ બ્રાન્ચનો ફિલ્મી ઢબે ઓપરેશન, ટોલ પ્લાઝા કર્મચારી બની કુખ્યાત આંતરરાજ્ય બાવરિયા ગેંગનો સાગરીત ઝડપાયો

admin

2 વર્ષથી વોન્ટેડ બુટલેગર પકડાયો

admin

વડોદરા શહેરમાં રોડ ઉપર ભુવા પડવાનો સિલસિલો યથાવત

admin

Leave a Comment