Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વડોદરા શહેરમાં રોડ ઉપર ભુવા પડવાનો સિલસિલો યથાવત

વડોદરા શહેર તરસાલી રોડ ઉપર એસઆરપી ગ્રુપ નંબર 9 ની સામે મસ્ત મોટો ભુવો પડ્યો છે જેમાં કોર્પોરેશનની બેદરકારી દેખાઈ આવે છે હાલ વરસાદની સિઝન ચાલુ છે અને સાથે સાથે વડોદરા શહેરમાં ભુવા પડવાની સિઝન પણ ચાલુ થઈ ગઈ છે આ ભુવો જે જગ્યાએ પડ્યો છે ત્યાં બે મોટી સ્કૂલો આવેલી છે એક ફોનિક્સ વિદ્યાલય અને બીજી ઓક્ઝીલીયમ વિદ્યાલય આ બે સ્કૂલોની વચ્ચે આ મસ્ત મોટો ભુવો પડ્યો છે જો કોઈ વિદ્યાર્થી કે કોઈ રાહદારી આ રોડ ઉપરથી જતો અને તે જ સમયે આ ભુવો પડતો તો મોટી જાનહાની થવાની શક્યતા હતી હાલ થોડાક જ દિવસ પહેલા આ આ ભુવો જે પડ્યો છે તેના 20 ફૂટ ના અંતરે જ અગાઉ પણ ભૂવો પડ્યો છે હજુ એ ભુવો પુરવાની કામગીરી ચાલુ હતી ત્યાં તો થોડાક જ અંતરે ફરી આ નવો ભુવો પડ્યો હતો તંત્ર ક્યારે જાગશે ક્યારે પોતાની આંખ ઉઘડશે શું વડોદરા શહેર કોર્પોરેશનનું તંત્ર કોઈ મોટી દુર્ઘટના થાય તેની રાહ જોઈ રહ્યું છે વડોદરા કોર્પોરેશન નું તંત્ર વડોદરાને ખાડોદરા બનતું ક્યારે અટકાવશે

Related posts

ભાડેથી લઇ ગયેલ કાર બારોબાર વગે કરી પરત નહી આપી તેમજ ભાડાના રૂપીયા પણ નહી આપી વિશ્વાસઘાત અને છેતરપિંડીના ગુનામાં સંડોવાયેલ નાસતા ફરતા આરોપીને શોધી કાઢતી વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચ

admin

નાગપુરના વૃદ્ધ 74 વર્ષના વૃદ્ધે રાજકોટની 50 વર્ષની મહિલાને વડોદરાની​​​​​​​ હોટલમાં દુષ્કર્મ કર્યું

admin

વડોદરા શહેરના નવાપુરા કેવડા બાગ ખાતે ની સહાય માનવ કલ્યાણ સંગ દ્વારા પ્રજ્ઞાચક્ષુઓ અને દિવ્યાંગો માટે ગરબાનું આયોજન

admin

Leave a Comment