43.6 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

ભાડેથી લઇ ગયેલ કાર બારોબાર વગે કરી પરત નહી આપી તેમજ ભાડાના રૂપીયા પણ નહી આપી વિશ્વાસઘાત અને છેતરપિંડીના ગુનામાં સંડોવાયેલ નાસતા ફરતા આરોપીને શોધી કાઢતી વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચ

ફરીયાદીની ભાડેથી લઇ ગયેલ કાર બારોબાર વગે કરી ફરીયાદીને કાર પરત નહી આપી તેમજ ભાડાના રૂપીયા પણ નહી આપી વિશ્વાસઘાત અને છેતરપિંડીના ગુનામાં સંડોવાયેલ અને નાસતા ફરતા આરોપીને શોધી કાઢતી વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચ ટીમ દ્વારા

વડોદરા શહેરના મિલ્કત સંબધી ગુનાઓના નાસતા ફરતા આરોપીઓને શોધી ક્રાઇમ બ્રાન્ચ ની ટિમના માણસોએ પેટ્રોલીંગ દરમ્યાન મળેલ માહીતી આધારે નેશનલ હાઇવે ગોલ્ડન બ્રીજ નીચેથી ઇસમ નામે સોહેલમોહંમદ વસીમોહંમદ સૈયદ ઉ.વ.૪૦ રહે. હેરીટેજ એપાર્ટમેન્ટ, ફતેગંજ મુળ રહે. આમિર કોમ્પલેક્ષ તાંદલજા વડોદરાને શોધી કાઢી આરોપીની પુછપરછ અને ખાત્રી તપાસ દરમ્યાન આ ઇસમ કપુરાઇ પો.સ્ટે.માં નોંધાયેલ વિશ્વાસઘાત-છેતરપિંડીના ગુનામાં સંડોવાયેલાનું અને આ ગુનાના કામે પોલીસ ધરપકડ ટાળવા માટે નાસતો ફરતો હોવાનુ જણાઇ આવતા આ ગુનાના કામે નાસતો ફરતો આરોપી સામે કાયદેસરની કાર્યવાહી કરી આગળની તપાસ માટે કપુરાઈ પો.સ્ટેશનને સોંપવામાં આવેલ છે.

આ પકડાયેલ આરોપી સામે કપુરાઇ પો.સ્ટે.માં નોંધાયેલ ગુનાની વિગત જોતાં આ કામના ફરીયાદીની ટુર્સ એન્ડ ટ્રાવેલ્સની ઓફિસથી આરોપી નુરૂલહક ચૌહાણનો મારૂતી સુઝુકી સીઆજ સ્માર્ટ કારને ભાડેથી લઈ જઇ મિત્ર આરોપી ન.(૨) આરીફ શેખને ભાડેથી આપી ત્યારબાદ આરોપી નં.(૩) સોહેલ સૈયદને આપી અને ગાડીનો કબજો તેની પાસે રાખી આજદીન સુધી ફરીયાદીની ગાડી કે ભાડું નહી આપી ફરીયાદી સાથે છેતરપીંડી કરી ગુનો કરેલ હોય આ આરોપી સોહેલ સૈયદનો આ ગુનાના કામે પોલીસ ધરપકડ ટાળવા માટે નાસતો ફરતો હોય ક્રાઇમ બ્રાન્ચ દ્વારા શોધી કાઢવામાં આવેલ છે.

Related posts

વડોદરામાં બેટરીની ચોરો બેફામ બન્યા પાલિકાના LED,ટ્રાફિક સિગ્નલ અને સીસીટીવીની 12 લાખની બેટરીઓની ચોરી કરી

admin

હાઇકોર્ટના આદેશ બાદ બરોડા ડેરીની ચૂંટણી તારીખ જાહેર, કેતન ઇનામદારએ આપી પ્રતિક્રિયા

admin

ટીમ વડોદરા ના સૂચનથી વડોદરા મહાનગરપાલિકા દ્વારાUNESCO માં ક્રિએટિવ સીટીનો દરોજજો મેળવવા માટે આજરોજ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું

admin

Leave a Comment