વડોદરા પોલીસને પરસેવો પડાવતા તસ્કરો બેફામ બન્યા છે,વડોદરામાં તસ્કર ગેગે ટ્રાફિક સિગ્નલ તથા સીસીટીવીના પાવર બેકઅપ માટેની બેટરીની ચોરી કરી પોલીસની ઉંઘ ઉડાડી દીધી હતી,જોકે વડોદરા પોલીસને બેટરી ચોરોને પકડવામાં સફળતા મળી છે,વડોદરા પોલીસે ત્રણ રીઢા ચોરોને 12 લાખના મુદ્દામાલ સાથે ઝડપી પડ્યા હતા.બેટરી ચોરોએ પાલિકાના LED,ટ્રાફિક સિગ્નલ અને સીસીટીવીની 12 લાખની બેટરીઓની ચોરી કરી હતી.ચકલી સર્કલ, રેસકોર્સ સર્કલ,નટુભાઈ સર્કલ,આંબેડકર સર્કલ સહિત અલગ અલગ વિસ્તારમાંથી ચોરી કરતા હતા.

