Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

ઐતિહાસિક માંડવી દરવાજાની મુલાકાતે મેયર, મ્યુ. કમિશનર, સ્થાયી અધ્યક્ષએ મુલાકાત લીધી

ગાયકવાડી જમાનાની ઐતિહાસિક અને હેરિટેજ માંડવી દરવાજાના કાંગરા કરી ખરતા પાલિકાના મેયર, સ્થાયી અધ્યક્ષ અને મ્યુ. કમિશનરે આજે મુલાકાત લઈ માંડવી દરવાજાના ખરતા પોપડા અંગે જાત માહિતી મેળવી ચર્ચા વિચારણા કરી હતી. ઉલ્લેખનીય છે કે શહેરની ધરોહર સમાન ઐતિહાસિક માંડવી દરવાજાના કાંગરા કરી રહ્યા છે ત્યારે શહેરીજનોમાં અનેક જાતની વાતો શરૂ થઈ છે ત્યારે માંડવી દરવાજાનું રીપેરીંગ કામ પણ તંત્ર દ્વારા શરૂ કરી દેવાયું છે.
જ્યારે બીજી બાજુ ચિંતિત રાજવી પરિવારના રાધિકા રાજેએ ગાયકવાડ કેટલાક પુરાતત્વવિદોને સાથે લઈને માંડવી દરવાજાની મુલાકાત લઈને ચર્ચા વિચારણાઓ કરી હતી.

દરમિયાન પાલિકા મેયર પિન્કીબેન સોની, સ્થાયી સમિતિ અધ્યક્ષ શીતલ મિસ્ત્રી સહિત મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુએ રીપેરીંગ થઈ રહેલા માંડવી દરવાજાની મુલાકાત લઈને જરૂરી ચર્ચા વિચારણાઓ કરી હતી

Related posts

નસવાડી તાલુકાની કન્યા શાળામાં વિદ્યાર્થિનીઓ પાસેથી મજૂરી લેવાતી હોવાનો ગંભીર આક્ષેપ

admin

શ્રી સ્વામિનારાયણ મંદિર વાસદ ખાતે ૩૧મો પાટોત્સવ અને ૨૮મો સમૂહલગ્નોત્સવ ઉજવાયો

admin

મહિલા ફંગોળાતા ગર્ભમાં જ બાળકે દમ તોડ્યો

admin

Leave a Comment