Genius Daily News
વડોદરા જિલ્લો

બહેન સાથેના પ્રેમસંબંધોથી રોષે ભરાયેલા ભાઈએ મિત્રોની મદદથી યુવાનને મોતને ઘાટ ઉતાર્યો

સુભાનપુરાના કેટરર્સની હત્યા બહેન સાથેના પ્રેમસંબંધોથી રોષે ભરાયેલા ભાઈએ મિત્રોની મદદથી યુવાનને મોતને ઘાટ ઉતાર્યો: ચારની ધરપકડ

સાવલી તાલુકાના ટુંડાવ ગામ પાસે ૩૨ વર્ષીય સુભાનપુરાના કેટરીંગનો વ્યવસાય કરતા યુવાનની હત્યાનો ભેદ ઉકેલીને ફુલ ચાર હુમલાખોરોને કસ્ટડી ભેગા કર્યા છે. જ્યારે એકને ફરાર જાહેર કર્યો છે અને આરોપીઓના રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરી છે. સાવલીના ટુંડાવ સાવલી રોડ પર શનિવારે સવારે બાઈક સાથે મૃતદેહ મળી આવ્યો હતો. મરનાર યુવક રાહુલ રાજેન્દ્ર કુમાર સોની (સુભાનપુરા)નો હોવાનું પ્રાથમિક તપાસમાં ખુલ્યું હતું. મંજુસર પોલીસે ઘટના સ્થળે પહોંચીને મૃતદેહનો કબજો મેળવીને તપાસ હાથ| ધરી હતી. મંજુસર પોલીસ મથકના પીઆઈ કૌશિક સિસોદિયાએ પ્રાથમિક અનુમાન મુજબ હત્યાની થિયરી પર તપાસ ચાલુ કરી હતી અને મૃતકના ભાઈ મેહુલ રાજેન્દ્રભાઈ સોની (રહે. કુંઠ ફ્લેટ બાલાજી નગર ૨૬૭ સમતા સુભાનપુરા)ની ફરિયાદ લઈને ઝીણવટભરી તપાસ હાથ ધરી હતી. પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી પ્રમાણે મેહુલના નિવેદન પરથી મરણ જનારને મહિલા સાથે પ્રેમ સંબંધ હતા અને તે ઘરેથી પરિક્રમા કરવાનું કહીને નીકળી હતી અને સાવલી પોતાની માસીના ઘરે પોતાના બે બાળકોને મૂકીને ગઈ હતી અને માસીને જણાવ્યું હતું કે હું એક ભાઈ સાથે નર્મદા પરિક્રમા કરવાનું કહીને નીકળી હતી. મહિલાએ પોતાના બે બાળકોને પોતાની માસીના ઘરે મૂકીને તેના પ્રેમી સાથે બહાર ગઈ છે. તેવી ગંધ તેના સગા ભાઈ મહેશ ઉર્ફે પપ્પુ માળીને આવતા પોતાની બહેનને ફોન કર્યો હતો અને ક્યાં છે અને તેના બાળકો ક્યાં છે તેનીપૂછપરછ કરી હતી. ત્યારે તેણે જણાવ્યું હતું કે બાળકો મારી પાસે છે તો ભાઈએ બાળકો સાથે વાત કરવાનું કહેતા ફોન કાપી નાખ્યો હતો. જેથી મહેશ રિક્ષા લઈને સાવલી આવ્યો હતો અને પોતાના માસીના દીકરા દિલીપ પાસે ફોન કરાવ્યો હતો કે તારા છોકરા રહેતા નથી જલ્દી આવ તેમ કહેતા બંને પરત આવતા હતા. ત્યારે સાવલી કોલેજ પાસે પોતાની બેનને ધોલધાપટ કરીને માસીના દીકરા સાથે રવાના કરી હતી જ્યારે મૃતક રાહુલને પોતાના ચાર મિત્રોની મદદથી ઉઠાવી લઈ જઈને માર મારીને હત્યા કરીને ટુંડાવ ફેકીને ફરાર થઈ ગયા હતા. ૩૨ વર્ષીય સુભાનપુરાના કેટરીંગનો વ્યવસાય કરતા યુવાનની હત્યાનો ભેદ ઉકેલીને ફુલ ચાર હુમલાખોરોને કસ્ટડી ભેગા કર્યા છે.

Related posts

વડોદરામાં ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર ખેલાડી વિરાટ કોહલીનું એરપોર્ટ પર આગમન થયું

admin

15 સપ્ટેમ્બરથી ટુ-વ્હીલર ચાલકો અને પાછળ બેસનાર માટે હેલ્મેટ નો કાયદો ફરજિયાત

admin

વડોદરાના પ્રતાપનગર પોલીસ હેડ કવાર્ટર ખાતે 79મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવામાં આવી

admin

Leave a Comment