Genius Daily News
ડેસરવડોદરા જિલ્લો

વડોદરા જિલ્લા ડેસર તાલુકાના સાંઢાસાલ ગામે થયેલી હત્યાનો ભેદ ઉકેલાયો

વડોદરાજિલ્લા ડેસર તાલુકાના સાંઢાસાલના મેવલી રોડ પર અંતિમધામ જવાના રસ્તે આવેલ બળિયાદેવ મંદિરના પ્રાંગણમાં આવેલ સિમેન્ટ ના બાંકડા પર સળગાવેલી હાલતમાં એક યુવક નો મૃતદેહ મળી આવ્યો હતો.બનાવની આગલી રાત્રીએ શાંઢાસાલ ગામનો આશરે 16 વર્ષીય યુવક જયમિલ કિરણસિંહ ગોહિલ ફળીયાના લગ્ન પ્રસંગમાં ગરબા બાદ લાપતા થયો હતો.સવારે પરિવારજનો ને જાણ થતાં ગ્રામજનો સાથે બળિયાદેવ મંદિરે લોકટોળાં ઉમટી પડ્યાં હતાં .ડેસર પોલીસે ઘટના સ્થળે આવી તપાસ કાર્યવાહી કરી સળગેલી હાલતના મૃત દેહને પીએમ અર્થે ડેસરના સરકારી દવાખાને લઈ જવાયો હતો. ડેસર પોલીસ સહિત જિલ્લા ગ્રામ્ય પોલીસના ઉચ્ચ અધિકારીઓ સહિત વિવિધ પોલીસ એજન્સીઓએ આરોપીને શોધવા ચક્રોગતિમાન કર્યા હતા.
તે બનાવ ના આરોપી ને ગણતરી ના કલાકોમાંજ ઝડપી પાડ્યો છે.ફરિયાદ ની વિગત પ્રમાણે હત્યા માટે પ્રેમ પ્રકરણ જવાબદાર
મૃતક જૈમીનકુમાર કિરણસિંહ ગોહિલને ગામના જ આરોપી ચીરાગકુમાર જગદીશભાઈ પરમારની બહેન સાથે સબંધ ન રાખવા બાબતે ઠપકો આપવા બોલાવી હાથાપાઈ બાદ માથાં માં ડંડા વડે ઇજા કરી જ્વલનશીલ પદાર્થ વડે સળગાવી પુરાવાનો નાશ કરી ભાગી છૂટ્યાની કબૂલાત કરી હતી.આરોપી ચીરાગકુમાર પરમાર અન્ય સાથી સગીરને ડેસર પોલીસે ઝડપી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Related posts

ઢાઢર નદી પુર આવવાના કારણે પાકનો નાશ થઈ જતા નુકસાનીનું વળતર જલ્દી મળે તેવી ખેડૂતોની માંગ

admin

આગામી ઉત્તરાયણના તહેવારને લઈ નગરજનોને દોરાથી ઈજા ન પહોંચે તે હેતુસર વડોદરા શહેર યુથ કોંગ્રેસ દ્વારા વાહન ચાલકોની ગાડીઓ પર સેફ્ટી ગાર્ડ લગાવવામાં આવ્યા

admin

બોટાદ ખાતે થયેલા ખેડૂતોને પર થયેલા અત્યાચારના મામલે આમ આદમી પાર્ટી વડોદરા દ્વારા વિરોધ

admin

Leave a Comment