35.8 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 23, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

આગામી ઉત્તરાયણના તહેવારને લઈ નગરજનોને દોરાથી ઈજા ન પહોંચે તે હેતુસર વડોદરા શહેર યુથ કોંગ્રેસ દ્વારા વાહન ચાલકોની ગાડીઓ પર સેફ્ટી ગાર્ડ લગાવવામાં આવ્યા

વડોદરા શહેરમાં આગામી ઉતરાયણનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. લોકો પૂર્વ તૈયારીમાં લાગી ગયા છે, તો બીજી તરફ લોકોની મજા મોતની સજા પણ બની રહી છે. વડોદરા શહેરમાં પતંગની દોરીથી ગળા કપાવાનું સિલસિલો શરૂ થઈ ગયો છે. ખાસ કરીને ચાઈનીઝ દોરીઓ ના કારણે અનેક નિર્દોષ નાગરિકોએ જીવ ગુમાવ્યા છે. ત્યારે આ વખતે પણ આવી પતંગની દોરીઓથી લોકોના જીવ બચાવી શકાય તે હેતુસર વડોદરા શહેર યુથ કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ પવન ગુપ્તા દ્વારા સંગમ ચાર રસ્તા ખાતે લોકોના વાહનો પર સેફ્ટી ગાર્ડ લગાવવાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં યુથ કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ પવન ગુપ્તા, અને સાધી કાર્યકર મિત્રો દ્વારા માર્ગ પરથી પસાર થઈ રહેલા વાહન ચાલકોની ગાડીઓ પર સેફટી ગાર્ડ લગાવવામાં આવ્યા હતા. જ્યારે આ સમાજ સેવા બદલ વાહન ચાલકોએ યુથ કોંગ્રેસના હોદ્દેદારો અને કાર્યકરોનો આભાર પણ વ્યક્ત કર્યો હતો.

Related posts

SSG સર્જીકલ બિલ્ડીંગ ખાતે સાથે કામ કરતા રેસીડેન્ટ ડોક્ટર દ્વારા અન્ય એક રેસીડેન્ટ ડોક્ટર પર માર મારવનો આરોપ….

admin

ડભોઇ તીર્થક્ષેત્ર ચાંદોદ ખાતે નર્મદા નદી ભરપૂર આવક સાથે વહી

admin

વડોદરાના કલેક્ટર અનિલ ધામેલીયા 3 નાયબ મામલતદાર સસ્પેન્ડનો કર્યો આદેશ

admin

Leave a Comment