Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

ઓપરેશન સિંદુરની સફળતા અપાવનાર મૂળ વડોદરાના કર્નલ સોફિયા કુરેશીના પરિવારની મીડિયા સાથેની વાતચીત

ઓપરેશન સિંદુરની સફળતા વિશ્વને જણાવનારા કર્નલ સોફિયા કુરેશી મૂળ વડોદરાના છે.દેશને ગૌરવ અપાવ્યું છે.ત્યારે તેઓના પરિવારે મીડિયા સાથેની વાતચીતમાં વધુ માહિતી આપી હતી.

ગુજરાતની ધરતીની એક દિકરી, કર્નલ સોફિયા કુરેશી, આજે દેશ માટે ગૌરવનું જીવતું પ્રતિબિંબ બની છે. ભારતીય સેનાની આ બહાદુર મહિલા અધિકારીએ “ઓપરેશન સિંદૂર”ની સફળતા અંગે મીડિયાને સંબોધન કરીને સમગ્ર રાષ્ટ્રનું ધ્યાન ખેંચ્યું છે.કર્નલ સોફિયા કુરેશી મૂળ વડોદરાની રહેવાસી છે અને એમ.એસ. યુનિવર્સિટીમાંથી 1997માં બાયો કેમેસ્ટ્રીમાં માસ્ટર્સ પૂર્ણ કર્યું છે. વૈજ્ઞાનિક અભ્યાસ બાદ તેમણે ભારતીય સેના પસંદ કરી અને ક્રોપ્સ ઓફ સિગ્નલ્સમાં જોડાઈને અનેક સફળતા મેળવી. તેમના દાદા પણ ભારતીય સેના સાથે જોડાયેલા હતા, જેમણે ધાર્મિક શિક્ષક તરીકે સેવામાં યોગદાન આપ્યું હતું. સેનાના સંસ્કારોથી ઉછરેલી સોફિયા આજે પોતે અને તેમના પતિ ભારતીય સેનાની મેખેનાઇઝ્ડ ઇન્ફેન્ટ્રીમાં અધિકારી છે. બંને દેશની રક્ષા માટે સમર્પિત છે. દેશના સુરક્ષાકવચ પાછળ ઊભેલા સેનાનાયકોમાં જ્યારે મહિલા અધિકારીઓના નામ છે, ત્યારે તે સમગ્ર રાષ્ટ્ર માટે ગૌરવની વાત બને છે.ત્યારે,સોફિયા કુરેશીના પરિવારે પત્રકારોને આ અંગે સંબોધિત કર્યા હતા.આ પ્રસંગે વિસ્તારના સામાજિક આગેવાન અશફાક મલેક ઉપસ્થિત રહ્યા હતા.આયોજિત પત્રકાર પરિષદમાં કર્નલ સોફિયાના ભાઈ મોહમ્મદ સંજયભાઈ કુરેશી ,પિતા તાજ મહોમ્મદ કુરેશી અને માતા હલીમાબીબી કુરેશીએ વધુ માહિતી આપી હતી.

Related posts

એસએસજીના ટ્રોમા સેન્ટરમાં એસી થયું બંધ…દર્દીઓ બેહાલ

admin

વડોદરા શહેરમાં સ્ટેશન થી નીકળેલી વિટકોસ બસને અકસ્માત નડ્યો : ડ્રાઈવર ગંભીર રીતે ઈજાગ્રસ્ત, 20 મુસાફરો સુરક્ષિત

admin

સુઈ ધાગા નામની દુકાનમાં થયેલ ચોરીના CCTV સામે આવ્યા

admin

Leave a Comment