Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

કમોસમી વરસાદે પાલિકાની પોલ છત્તી કરી હોવાના આક્ષેપો સાથે વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા મ્યુનિસિપલ કમિશનરને આવેદન પત્ર

કમોસમી વરસાદે પાલિકાની પોલ છત્તી કરતા વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા મ્યુનિસિપલ કમિશનરને આવેદન પત્ર આપી રજૂઆત કરવામાં આવેદન પત્ર,કમોસમી વરસાદે પાલિકાની પોલ છતી કરતા વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા મ્યુનિસિપલ કમિશનરને આવેદન પત્ર આપી રજૂઆત કરવામાં આવેદન પત્ર

હવામાન વિભાગની આગાહી મુજબ તારીખ 3 મેથી લઈને 8 મહિના સુધી રાજ્યના અનેક શહેરોમાં માવઠું પડે તેવી રીતની આગાહી કરવામાં આવી હતી જેને જોતા વડોદરા શહેરમાં છેલ્લા બે દિવસમાં કામો સમય વરસાદ વરસતા વડોદરા મહાનગરપાલિકાની પોલ છતી થઈ છે રોડ રસ્તાની બિસ્માર હાલત જ્યારે અનેક સોસાયટીમાં ઘૂંટણ સમા પાણી નજરે જોવા મળ્યા હતા ત્યારે બીજી બાજુ કાંસો માંથી પાણી ન નીકળતા અનેકો માર્ગ ઉપર વોટર લોગીંગ ની પરિસ્થિતિ સર્જાઈ હતી.

આશરે 80 km થી વધુના ઝડપે પવન ફૂંકાતા સાથે શહેરના અને કોઈ જગ્યાએ હોર્ડિંગ્સ ધરાશાહી થયા હતા. આ હોર્ડિંગ્સ ધરાશાહી થતાં જે વ્યક્તિનું કરુણ મોત નીપજ્યું હતું. આ તમામ બાબતોને લઈને આજરોજ વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા વડોદરા મ્યુનિસિપલ કમિશનરને આવેદન આપી રજૂઆત કરવામાં આવી હતી કે તમામ તમામ નું ધ્યાન રાખવામાં આવે તેમજ હોર્ડિંગ્સ ધરાશાહી થતાં જે વ્યક્તિનું કરુણ મોત નીપજ્યું હતું તને વળતર આપવામાં આવે. હોર્ડિંગ્સ અંગેની પરમિશન લેવામાં આવી છે કે નહીં તથા આ હોલ્ડિંગ કાયદેસર છે કે નહીં એ તમામ વિગત એકત્રિત કરવામાં આવે અને જો તે ગેરકાયદેસર હશે તેના ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી તેવી રીતનો અનુરોધ વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા કરવામાં આવ્યો છે.

વડોદરા મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુએ વડોદરા શહેર કોંગ્રેસ સમિતિના અગ્રણીઓને આશ્વાસન આપ્યું છે કે તમામ બાબતો જોઈ લેવામાં આવશે વિભાગના લાગતા વળગતા અધિકારીઓ સાથે બેઠક કરીને સમસ્યાનો નિરાકરણ આવશે જ્યારે વળતર માટે પણ ચર્ચા વિચારણા કરી યોગ્ય નિર્ણય લેવામાં આવશે.

આ પ્રસંગે વડોદરા શહેર કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ ઋત્વિજ જોશી, વિરોધ પક્ષના નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ, વડોદરા ઇલેક્શન વોર્ડ નંબર 1 ના મ્યુનિસિપલ કાઉન્સિલર પુષ્પાબેન વાઘેલા સહિત કોંગ્રેસના તમામ કાર્યકર્તાઓ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.

Related posts

ચોરોએ 2 વર્ષની બાળકી પર તલવાર મૂકી પરિવારને ડરાવી ચોરીને અંજામ આપ્યો

admin

POCSO કેસ અંગે મકરપુરા અને માંજલપુર પોલીસ સ્ટેશનની પત્રકાર પરિષદ

admin

મંદિરની સામે જ નોનવેજ રસોઈ બનતા સ્થાનિકોનો વિરોધ

admin

Leave a Comment