Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

બ્રિજ પર રોડ રિપેરીંગ માટે એક તરફનો રોડ બંધ કરતાં અકસ્માત સર્જાયો

વડોદરા,જી.એસ.એફ.સી. બ્રિજ પર રોડ રિપેરીંગનું કામ ચાલતું હોઇ એક તરફનો રોડ બંધ કરી દેવામાં આવ્યો છે. જેના કારણે થયેલા અકસ્માતમાં બાઇક સવારનું મોત થયું હતું. જે અંગે છાણી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

નવલખી કંપાઉન્ડમાં રહેતા રવિન્દ્ર લાલાભાઇ લોખંડે (ઉં.વ.૬૩) માંજલપુર વિસ્તારમાં ખાનગી સિક્યુરિટીમાં નોકરી કરે છે. શહેર નજીકના સોખડા ગામે સ્વામિ નારાયણ મંદિરમાં તેઓ અવાર – નવાર દર્શન કરવા માટે જતા હતા. આજે પણ તેઓ દર્શન કરવા માટે ગયા હતા. જી.એસ.એફ.સી.થી છાણી તરફ આવતા બ્રિજ પર રોડનું રિપેરીંગ કામ ચાલતું હોઇ એક તરફનો વાહન વ્યવહાર બંધ કરી દેવામાં આવ્યો છે. પરંતુ, ત્યાં કોઇ ડિવાઇડર કે બેરિકેડ લગાવ્યા નહી હોવાથી અવાર – નવાર નાના મોટા અકસ્માતો થાય છે. રવિન્દ્રભાઇ લોખંડે ત્યાંથી પસાર થતા હતા. તે સમયે અજાણ્યા વાહન ચલાકે ટક્કર મારતા તેઓને ગંભીર ઇજા થતા સ્થળ પર જ તેઓનું મોત થયું હતું. રવિન્દ્રભાઇએ બપોરે દોઢ વાગ્યે તેમના ભત્રીજા સાથે વાતચીત કરી હતી. ત્યારબાદ સાંજ ેસાડા પાંચ વાગ્યે તેમના ભત્રીજાએ ફોન કરતા પોલીસે ફોન રિસિવ કર્યો હતો. ત્યારે અકસ્માતની જાણ થઇ.

Related posts

ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સ ખાતે ‘સ્ટાર્ટઅપની સફળતા કથા પરિચય

admin

કલાલી ખાતે વિશ્વામિત્રી નદીને પહોળી અને ઊંડી કરવાની કામગીરીની મોક ડ્રીલ યોજાઈ

admin

સાવલીમાં પાણીપુરવઠાની પાઇપલાઇનમાં ભંગાણ : હજ્જારો ગેલન પાણીનો રોજબરોજ વેડફાટ

admin

Leave a Comment