સંસ્કારી નગરી વડોદરામાં અટલાદરા કલાલી ખાતે ફિનિક્સ સ્કૂલની નવીન શાળાનો ઉદ્ઘાટન સમારોહ યોજાયો હતો.જેમાં જિલ્લા શિક્ષણ અધિકારી ઉપસ્થિત રહ્યા હતા.
અટલાદરા કલાલી ખાતે ફિનિક્સ સ્કૂલની નવીન શાળાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.આ પ્રસંગે જિલ્લા DEO અને DPO મહેશ ભાઈ પાંડે, ફિનિક્સ ના ફાઉન્ડર અને ડાયરેક્ટર મુકેશભાઈ દાદવાણી તથા તેમના માતા પિતા , ફિનિક્સ સ્કૂલ ના ડાયરેક્ટર પૂજા દાદવાણી ઉપસ્થિત રહ્યા હતા.બધા મહાનુભવો એ પોતાના વિચાર આવેલ વાલીઓ અને વિધાર્થી સમક્ષ મૂકતા ભણતર જગતની શ્રેષ્ઠ એવી અવનવી વાતો કરી શાળા પરિવાર ને શુભકામના પાઠવી હતી.સમારોહમાં શાળા પરિવાર દ્વારા ભારત ના વીર સૈનિક બળ જે આકરી પરિસ્થિતમાં , આ તપતી ગરમીમાં પણ ભારતની સરહદને સુરક્ષિત રાખી બેઠેલા છે અને રાત દિવસ આપણી રક્ષા કરે છે એવા મહાન સૈન્ય ના જવાનો ને બિરદાવ્યા હતા અને તેમનો જય જયકાર પોકાર્યો હતો.સમારોહ માં શાળા ની વિધાર્થી ઓ એ મધર્સ ડે પર સરસ નૃત્ય ડાન્સ પ્રસ્તુત કર્યો હતો. જેમાં બાળકો માટે મેસેજ હતો કે મોબાઈલ ની આ રંગીન દુનિયા થી દૂર રહી ને પરિવાર અને માતા પિતા ને સમય આપે એ એમની સાથે રહે.ફિનિક્સ સ્કૂલ ધોરણ 9 થી 12 માટે મકરપુરા ખાતે વર્ષ 2017 થી કાર્યરત છે અને વડોદરા શહેર માં ધોરણ 10 , ધોરણ 12 સાયન્સ માં ઝળહળતું પરિણામ આપી ને શહેર નું ગૌરવ વધારી રહ્યા છે.ત્યારે,હવે નવા સોપાન એવા આજે ફિનિક્સ સ્કૂલ નુ ઉદ્ઘાટન થયું હતું.જેમાં નર્સરીથી ધોરણ 12 નું શ્રેષ્ઠ શિક્ષણ આપવામાં આવશે.આ અંગે વધુ માહિતી શાળા ના ફાઉંડર અને ડાયરેક્ટર મુકેશ દાદવાણીએ આપી હતી.

