વિસાવદર આલોકો એગ્રો સેન્ટર ની બાજુમાં આમ આદમી પાર્ટી વિસાવદર તરફથી ભારતીય સૈનિકોની કાર્ય કુશળતાને બિરદાવતા શુભેચ્છાઓ પાઠવી હતી અને સાથે સાથે આપણે એક ભારતીય છીએ ત્યારે આપણા દેશમાટે માટે આપણે શું કરી શકીએ તે સાથે રક્ષા કરતા ભારતના વીર સંપૂતોના સમર્થનમાં એક રક્તદાન કેમ્પનું આયોજન આજે કરવામાં આવ્યો હતો આપણે સરહદ ઉપર તો ન જઈ શકીએ પરંતુ આપણા લોહી થકી આપણા રાષ્ટ્રીય વીર સૈનિકોને આપણે મદદ કરી શકીએ તે આશય સાથે આ રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગોપાલભાઈ ઇટાલીયા જાતે હાજર રહી પોતે રકતદાન કર્યું હતું. તેમજ આ તકે જિલ્લા પ્રમુખ હરેશભાઈ સાવલિયા જિલ્લા લીગલ સેલ જોઈન્ટ સેક્રેટરી ધર્મેશભાઈ કાનાણી તથા આમ આદમી પાર્ટીના તાલુકા પ્રમુખ મહેન્દ્રભાઈ ડોબરીયા તેમજ જિલ્લાના હોદ્દેદારો અને વિસાવદર તાલુકાના ગ્રામજનો આજુબાજુના વિસ્તારના અગ્રણીઓ આગેવાનો અને યુવાનોએ હોશભેર પોતાનું રક્તદાન કર્યું હતું આ રક્તદાન કેમ્પમાં 24 જેટલી બોટલ રક્તદાન કરાયું હતું આવી રીતે આ દેશ માટે કંઈક કરી છૂટવાની તમન્ના આજે આ રક્તદાન કેમ્પમાં જોવા મળી હતી સાથે સાથે આપણા ભારતીય સૈનિકોને જે વીરતા બતાવી રહ્યા છે તેના માટે શુભેચ્છાઓ પણ પાઠવવામાં આવી હતી
શ્યામ ચાવડા, વિસાવદર

