30.9 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 23, 2026
Genius Daily News
જુનાગઢ જિલ્લોમાંગરોળ

નવાકોટડા ગામે ગ્રામ પંચાયતની નવી બિલ્ડિંગનું ખાતમુહૂર્ત

માંગરોળ તાલુકાના નવાકોટડા ગામે ગ્રામ પંચાયતની નવનિર્મિત બિલ્ડિંગનું ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજાયો હતો. સરકાર દ્વારા CDR–5 યોજના અંતર્ગત રૂ. 25 લાખની ફાળવણી કરવામાં આવતા આ નવી ઇમારતનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે.

નવાકોટડા ગામે તાજેતરમાં નવી ગ્રામ પંચાયતની રચના કરવામાં આવી હતી, પરંતુ પંચાયત માટે અલગ બિલ્ડિંગ ન હોવાથી કામગીરીમાં મુશ્કેલીઓ પડતી હતી. સરકાર દ્વારા ફાળવાયેલી રકમથી હવે પંચાયત માટે નવું મકાન બનશે.

આ પ્રસંગે ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગઠીયા, તાલુકા વિકાસ અધિકારી ચાવડા, તલાટી-મંત્રી ભાવિકાબેન ખેર, માયાબેન બારડ, જુના કોટડા ગામના સરપંચ પ્રતિનિધી નરસીંગભાઈ ખેર, તાલુકા પંચાયત સદસ્ય હાજીભાઈ જેઠવા, આમદભાઈ બતક સહિત અગ્રણીઓ અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

કાર્યક્રમ દરમિયાન નવા કોટડા ગામના સરપંચ પ્રતિનિધી હનીફભાઈ દ્વારા તાલુકા વિકાસ અધિકારી ચાવડા તેમજ અગ્રણી નરસીંગભાઈ ખેર સહિતના આગેવાનોને શાલ ઓઢાવી અને પુષ્પગુચ્છ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.

Related posts

ધુળેટીના મહાપર્વ નિમિત્તે માંગરોળ ખાતે લાલજી મંદિરેથી પરંપરાગત નગરયાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું

admin

જૂનાગઢના ભલગામ ખાતે આવેલ મોડલ સ્કૂલમાં વોકેશનલ કોર્સ કરાવતા ખાનગી શિક્ષકને સ્કૂલમાં રેગ્યુલર હાજર નહી રહેતા કરાયા ફરજ મુકત.

admin

વિસાવદર શ્રી સરદાર પટેલ સેવાદળ દ્વારા તેજસ્વી તારલાઓનો ૧૨મો સરસ્વતી સન્માન સમારોહ સંપન્ન

admin

Leave a Comment